નરેન્દ્ર મોદી નહીં બની શકે પ્રભાવશાળી PM: ન્યૂયોર્ક ટાઇમ્સ
નવી દિલ્હી, 28 ઓક્ટોબર: અમેરિકન સમાચારપત્ર ન્યૂયોર્ક ટાઇમ્સે જણાવ્યું છે કે જો ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બને તો પ્રભાવશાળી રીતે દેશને સંભાળી નહીં શકે, કારણ કે કેટલીક પાર્ટીઓ તેમને પસંદ નથી કરતી. સમાચાર પત્રોનું કહેવું છે કે નરેન્દ્ર મોદી જો લોકોમાં ભય અને દ્વેષને વધારશે તો તેઓ ભારતને પ્રભાવશાળી નેતૃત્વ નહીં આપી શકે.
ન્યૂયોર્ક ટાઇમ્સના સંપાદકીયમાં લખવામાં આવ્યું છે કે મોદીએ હજી સુધી વિરોધી પક્ષ સાથે મળીને કામ કરવા અને અસહમતિને સહન કરવાની કાબેલિયત નથી દેખાડી. મોદીના કારણે જેડીયૂએ 17 વર્ષ જૂની મિત્રતા તોડી લીધી. જેડીયૂ જેવી મહત્વપૂર્ણ ક્ષેત્રિય પાર્ટીએ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મોદીને સ્વિકાર નથી કર્યા.

આ સંપાદકીયમાં ગુજરાતમાં વિકાસના દાવાઓ પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તેમાં કહેવાયું છે કે ગુજરાતમાં રહેનાર મુસલમાન ભારતના અન્ય ભાગો અને પ્રદેશોના મુસલમાનોના મુકાબલે વધારે ગરીબ છે.












Click it and Unblock the Notifications
