નરેન્દ્ર મોદીને મળ્યું બ્રિટન પધારવાનું આમંત્રણ
લંડન, 13 ઓગષ્ટ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થકો માટે મહત્વના સમાચાર છે. નરેન્દ્ર મોદીને બ્રિટન પધારવાનું આમંત્રણ મળ્યું છે. ભારતના સમર્થક સાંસદોના સમૂહોએ તેમને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
નરેન્દ્ર મોદીને બ્રિટેન આમંત્રિત કરવાના પગલાં શરૂઆત વિપક્ષી લેબર પાર્ટીના યુનિટ 'લેબર ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા' દ્વારા ગત અઠવાડિયે તે સમયે કરવામાં આવી હતી જ્યારે અધ્યક્ષ તથા સાંસદ બૈરી ગાર્ડિનરે નરેન્દ્ર મોદીને હાઉસ ઓફ કોમનમાં; મોર્ડન ઇન્ડિયાના ફ્યૂચર' વિષય પર સંબોધનનું આમંત્રણ પાઠવ્યું છે.
બ્રેંટ નોર્થ વિસ્તારથી લેબર સાંસદ બૈરી ગાર્ડિનરે કહ્યું હતું કે 'આ આમંત્રણ લેબર પાર્ટી અને નરેન્દ્ર મોદીના સીનિયર પ્રતિનિધીઓ વચ્ચે ગત કેટલાક વર્ષોના સંપર્કનું પરિણામ છે.
વધુ માહિતી માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

મોદીને નજરઅંદાજ ન કરી શકાય
તેમને કહ્યું હતું કે 'મને વિશ્વાસ છે કે બ્રિટેનમાં લોકો અને આંતરરાષ્ટ્રીય સમુદાય પણ અહીં નરેન્દ્ર મોદીને મળવા તથા તેમને સાંભળવામાં રસ ધરાવે છે. તે એક એવા નેતા છે જેમને નજરઅંદાજ ન કરી શકાય.

બ્રિટનના હિતમાં
ગાર્ડિનરે કહ્યું હતું કે 'મારું માનવું છે કે આ બ્રિટનના હિતમાં છે કે અમે તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી તથા સંભવિત વડાપ્રધાન તરીકે સંપર્ક કરીએ.' 'લેબર ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા'ના પૂર્વ પ્રમુખ અને સ્ટીફન પાઉન્ડે કહ્યું હતું કે 'લેબર પાર્ટીમાં પોતાના કેટલાક સહયોગીઓની જેમ હું પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું બ્રિટેનમાં સ્વાગત કરવા માટે ઉત્સુક છું. મને વર્ષ 2009માં તેમની સાથે છેલ્લીવાર ગુજરાતમાં મળવાનો અવસર પ્રાપ્ત થયો હતો. તેમનો બ્રિટેન પ્રવાસ છેલ્લા કેટલાક સમયથી પેન્ડિગ છે.

નરેન્દ્ર મોદીને આમંત્રણ
વિપક્ષી પાર્ટી સાથે તઆ મુદ્દે એકતા પ્રગટ કરતાં 'કંજરવેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા' એ પણ 9 ઓગષ્ટના રોજ ચૂંટણી અભિયાન સમિતિના પ્રમુખ નરેન્દ્ર મોદીને બ્રિટન આવવાનું આમંત્રણ આપ્યું હતું.

આમંત્રણનું સ્વાગત
ભારતીય મૂળના બ્રિટિશ અર્થશાસ્ત્રી લોર્ડ મેધનાથ દેસાઇ અને બૈરી ગાર્ડિનર દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રયત્નો હેઠળ ગત કેટલાક વર્ષોમાં બ્રિટન અને નરેન્દ્ર મોદીના લોકો વચ્ચે કેટલીક મુલાકાતો થઇ છે. કેટલાક નરેન્દ્ર મોદીના આલોચક રહેલા લોર્ડ ગુલામ નૂને પણ નરેન્દ્ર મોદીને બ્રિટન આમંત્રણનું સ્વાગત કર્યું છે.

યોગ્ય નિર્ણય
લોર્ડ નૂને કહ્યું હતું કે 'મારું માનવું છે કે આ યોગ્ય નિર્ણય છે અને આ તેના માટે યોગ્ય સમય છે. ભારતના સવા અરબ લોકો પરિવર્તન ઇચ્છે છે અને તે તેના હકદાર પણ છે. નરેન્દ્ર મોદી એક એવા વ્યક્તિ છે જેમને વિશ્વના સૌથી મોટા લોકતંત્રનું નેતૃત્વ કરવાની પ્રતિભા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2002ના ગુજરાત રમખાણો બાદ અમેરિકાની જેમ બ્રિટનની સરકારે પણ નરેન્દ્ર મોદી સાથે અંતર બનાવી લીધું હતું.












Click it and Unblock the Notifications
