For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના નામથી ડરવા લાગ્યા છે આતંકવાદી હાફિજ સઇદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 મે: ભારતીય જનતા પાર્ટીના ફાયર બ્રાંડ નેતા અને ભારતના ભાવિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને છે જે વાતની આશા વ્યક્ત કરી રહી હતી એવું જ થવા લાગ્યું છે. નરેન્દ્ર મોદીના સત્તામાં આવતાં જ મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ અને આતંકી સંગઠન જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિજ સઇદના પરસેવા છુટવા લાગ્યા છે. હાફિજ સઇદને કાર્યવાહીનો ડર સતાવી રહ્યો છે. હાફિજ સઇદે કહ્યું છે કે ભાજપના સત્તામાં આવવાથી ભારત-પાકિસ્તાનના સંબંધ કદાચ સુધરશે.

ઇસ્લામાબાદમાં રેલીને સંબોધિત કરતાં સઇદે કહ્યું, ભારતમાં હાલની ચૂંટણી પાકિસ્તાન વિરોધે અને બિન ધર્મનિરપેક્ષ એજન્ડા પર જીતવામાં આવી છે. સઇદે નરેન્દ્ર મોદીને તાનાશાહ, અત્યાચારી અને ક્રુર વ્યક્તિ ગણાવ્યા છે. સઇદે કહ્યું કે નરેન્દ્ર મોદી આવી ગયો છે. હવે અલ્લાહની ઇચ્છાઓ અને મિત્રતાનો ભ્રમ દૂર થઇ ગયો છે. જો કે આ પહેલાં જ ધ્વસ્ત થઇ ગયો હતો. હવે તમે આ મિત્રતાને આગળ લઇ ના જઇ શકીએ. તે (મોદી) તમને અલગ રસ્તો બતાવવા માંગે છે.

narendra-modi-hafiz-saeed

દરેક જણ જાણે છે કે ભારતમાં આખી ચૂંટણી પાકિસ્તાન વિરોધી અને ઇસ્લામ વિરોધી ભાવનાઓ પર લડવામાં આવી છે. હાફિજ સઇદ ભારતનો દુશ્મન નંબર વન છે. અમેરિકાએ જમાત ઉત દાવાને પ્રતિબંધિત સંગઠનોની યાદીમાં સામેલ કરી રાખ્યો છે. અમેરિકાએ હાફિજ સઇદ પર કરોડો રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. મુંબઇ હુમલામાં હાફિજ સઇદની ભૂમિકાને લઇને ભારત ઘણીવાર પાકિસ્તાનને નક્કર પુરાવા આપી ચૂક્યું છે. તેમછતાં તે પાકિસ્તાનમાં ખુલ્લો ફરી રહ્યો છે. પાકિસ્તાનની સરકારે તેના વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરી નથી.

English summary
The Ameer of Jamaat-ud-Dawa Pakistan, Professor Hafiz Muhammad Saeed Sunday said that BJP’s Narender Modi’s victory in Indian elections had exposed the façade of ‘Indian secularism’.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X