PM મોદીના નામે વધુ એક ખિતાબ, ટોપ પર્ફોમિંગ લીડર્સમાં બીજા સ્થાને
ટોક્યો, 19 ડિસેમ્બર: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વધુ એક ઉપબ્ધિ જોડાઇ ગઇ છે. મોદીએ વધું એક સફળતા પોતાના નામે કરી લીધી છે. વર્લ્ડના ટોપ પર્ફોર્મંસના મામલામાં નરેન્દ્ર મોદીએ બીજું સ્થાન મેળવ્યું છે. મોદી વર્લ્ડ ટોપ પરફોર્મંસ લીડરની શ્રેણીમાં દુનિયાના નેતાઓમાં બીજા નંબર પર છે.
મોદીની ઉપર ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગનો નંબર આવે છે. આ સૂચિ જાપાની માર્કેટ રિસર્ચ ફર્મના એક સર્વેના આધાર પર તૈયાર કરવામાં આવી છે. આ સૂચિમાં સૌથી વધારે પરફોર્મ કરનારા નેતાઓની એક યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં મોદીને બીજું સ્થાન પ્રાપ્ત થયું છે. જર્મનીની ચાંસેલર અંગેલા મૈર્કેલને આ લિસ્ટમાં ત્રીજું સ્થાન મળ્યું છે.

ચીનના જાણીતા વિશેષજ્ઞ એંથની સૈશે આ સર્વેના આંકડાઓનું વિશ્લેષણ કર્યું હતું. મોદી ઉપરાંત આ સૂચીમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસો ઓલાંદ, જાપાનના વડાપ્રધાન શિંઝો આબે અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનનો પણ સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
