નાસા: હવે કોઇ પણ બની શકે છે એસ્ટ્રોનૉટ
નેશનલ એરોનૉટીક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે નાસા ફરી એકવખત પોતાનો સ્પેશિયલ કોર્સ શરૂ કરવા જઇ રહ્યું છે. આ કોર્સ ખાસ કરીને તે તમામ યુવાનો માટે છે જે નાસા સાથે અંતરીક્ષ વૈજ્ઞાનિક તરીકે જોડાવા માંગે છે.
નાસાએ આ બાબતે પોતાની વેબસાઇટ પર જાણકારી પણ આપી છે. 14 ડિસેમ્બરથી શરૂ થઇ રહેલા ક્લાસીસ પહેલા નાસાએ તે તમામ પાંચ ભ્રમિત વાતોને દૂર કરી છે, જે અંગે લોકો વાત કરતા હોય છે.
એસ્ટ્રોનૉટ એક ગ્રીક શબ્દ છે, જેનો અર્થ અંતરીક્ષનો તરવૈયો થાય છે. નાસાના જણાવ્યા મુજબ હવે જ્યારે ટૂંક સમયમાં ક્લાસીસ શરૂ થઇ રહ્યાં છે, ત્યારે સંસ્થા ઇચ્છે છેકે સંસ્થા સાથે જોડાવા માટે ભ્રમિત કરતી જે પણ ગેરસમજ છે, તેને દૂર કરવામાં આવે.

ભ્રમ-1-બધા એસ્ટ્રોનૉટ અનુભવી પાયલટ્સ
સત્ય-નાસાના જણાવ્યા મુજબ એસ્ટ્રોનૉટ બનવા માટે પાયલટ બનવાની કોઇ જરૂરિયાત નથી. જો તમારી પાસે તે સ્કીલ છે, તો ફાયદાકારક છે.

ભ્રમ-2-કોઇ પણ એસ્ટ્રોનૉટની નજર નબળી નથી હોતી
સપ્ટેમ્બર 2007 પછી આંખોની સર્જરી જેમકે PRK કે પછી લેસર સર્જરીને મંજૂરી આપી દેવામાં આવી છે. પરંતુ તમારે તે સુનિશ્ચિત કરવુ પડશે કે તમારી સર્જરીને એક વર્ષ જેટલો સમય થઇ ગયો હોય. અને ત્યારબાદ કોઇ પણ સમસ્યા ન થઇ હોય.

ભ્રમ-3-બધાં જ એસ્ટ્રોનૉટ પાસે PHDની ડિગ્રી હોય છે
સત્ય-કોઇ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી અતિ આવશ્યક છે. તે સિવાય એસ્ટ્રોનૉટ બનવા માટે કોઇ એડવાન્સ ડિગ્રીની જરૂર નથી.

ભ્રમ-4-એસ્ટ્રોનૉટ બનવા માટે મિલીટ્રીનો અનુભવ
નાસાએ સ્પષ્ટ કરી દીધુ છેકે કોઇપણ યુવા તેમના કોઇ પણ પ્રોગ્રામ માટે સીલેક્ટ થાય છે, તો તેને કોઇ મિલીટ્રીના અનુભવની જરૂર નથી.

ભ્રમ-5-ઉંમર
સત્ય-નાસાના જણાવ્યા મુજબ તમે કોઇ પણ ઉંમરમાં એસ્ટ્રોનૉટ બની શકો છો. નાસાએ પોતાના પ્રોગ્રામ માટે ઉંમરની સીમા 26થી 46 રાખી છે.












Click it and Unblock the Notifications
