For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાંદાની સપાટી પર નાસાને પહેલીવાર પાણી મળ્યું, આર્ટેમિસ પ્રોગ્રામ માટે વરદાન

ચાંદાની સપાટી પર નાસાને પહેલીવાર પાણી મળ્યું, આર્ટેમિસ પ્રોગ્રામ માટે વરદાન

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકા, ભારત, ચીન સહિત વિશ્વના કેટલાય દેશ ચંદ્રમા પર જીવનના સંકેતો શોધી રહ્યા છે. હવે નાસાએ ચાંદા પર જીવન સાથે જોડાયેલા એક મોટા રહસ્યનો ખુલાસો કર્યો છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્રમાની સપાટી પર પાણી શોધી કાઢ્યું છે. સોમવારે નાસા તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે ચાંદાની સપાટી પર આ પાણી સૂરજના કિરણો પડતા વિસ્તારોમાં મળ્યું છે. આ ખોજથી ચાંદા પર માનવ મિશનના નવા રસ્તા ખુલવાની સંભાવના છે.

ચાંદાના ક્લેવિયસ ક્રેટરમાં પાણી મળ્યું

ચાંદાના ક્લેવિયસ ક્રેટરમાં પાણી મળ્યું

નાસાના સ્ટ્રેટોસ્ફિયર ઑબ્જરવેટરી ફૉર ઈન્ફ્રારેડ એસ્ટ્રોનોમીએ ચાંદાના સનલિટ (સૂર્યની કિરણો પડતો વિસ્તાર)ની સપાટી પર પાણ હોવાની પુષ્ટિ કરી છે. નાસા મુજબ સોફિયાએ ક્લોવિયસ ક્રેટરમાં પાણીના મૉલિક્યૂલ H2Oનો પતો લગાવ્યો છે. ક્લેવિયસ ક્રેટર ચંદ્રામાના દક્ષિણી ગોળાર્ધમાં સ્થિત પૃથ્વીથી જોવા મતા ક્રેટર્સમાંથી એક છે. અગાઉ થયેલા અધ્યયનોમાં ચંદ્રમાની સપાટી પર હાઈડ્રોજનના કેટલાક રૂપનો પતો લાગ્યો હતો, પરંતુ પાણી પહેલીવાર મળ્યું.

અંતરિક્ષ યાત્રીઓ માટે સારા સમાચાર

અંતરિક્ષ યાત્રીઓ માટે સારા સમાચાર

ભવિષ્યના ચંદ્ર ઠેકાણા પર અંતરિક્ષ યાત્રીઓ માટે સારા સમાચાર છે. જેનો ઉપયોગ પીવા અને રોકેટ ઈંધણ ઉત્પાદન માટે પણ કરી શકાશે. વૉશિંગ્ટનમાં નાસા મુખ્યાલયમાં વિજ્ઞાન મિશન નિદેશાલયમાં એસ્ટ્રોફિજિક્સ ડિવીજનના ડાયરેક્ટર પૉલ હર્ટ્જે કહ્યું કે અમારી પાસે પહેલેથી સંકેત હતા કે H2O જેને આપણે પાણીના રૂપમાં ઓળખીએ છીએ, તે ચંદ્રની સપાટી પર સૂર્ય તરફ હોય શકે છે. હવે નવા રિસર્ચમાં પાણીની ઉપસ્થિતિ વિશે જાણી શકાયું છે.

આર્ટેમિસ કાર્યક્રમ માટે આ ખોજ મહત્વની સાબિત થશે

આર્ટેમિસ કાર્યક્રમ માટે આ ખોજ મહત્વની સાબિત થશે

તેમણે કહ્યું કે, આ ખોજ ચંદ્ર સપાટીની આપણી સમજને પડકાર આપે છે અને ઉંડા અંતરિક્ષ અન્વેષણ માટે પ્રાસંગિક સંસાધનો વિશે ગૂંચવણભર્યો સવાલ ઉઠાવે છે. નાસાએ કહ્યું કે સ્પેસમાં પાણી એક અણમોલ સંસાધન છે અને જીવનનું એક મહત્વપૂર્ણ ઘટક છે. શું ચંદ્રમા પર પાણી આસાનીથી ઉપયોગ માટે સુલભ છે? આ હજી અધ્યયનનો વિષય છે. આપણે હજી નથી જાણતા કે શું આપણે આને એક સંશોધનના રૂપમાં ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ ચંદ્રમા પર પાણીની ખોજ આપણા આર્ટેમિસ પ્રોગ્રામ માટે મહત્વપૂર્ણ છે. આર્ટેમિસ કાર્યક્રમ 2024માં પહેલી મહિલા અને આગલા પુરુષને ચંદ્રમાીન સપાટી પર મોકલવાની યોજના છે.

KGF Chapter 2થી રવીના ટંડનનો ધમાકેદાર ફર્સ્ટ લુકKGF Chapter 2થી રવીના ટંડનનો ધમાકેદાર ફર્સ્ટ લુક

English summary
NASA found water on surface of the moon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X