For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NASAના વૈજ્ઞાનિકોને 'સમાંતર બ્રહ્માંડ'ના સબૂત મળ્યા, અહીં ઉંધો ચાલે છે સમય

NASAના વૈજ્ઞાનિકોને 'સમાંતર બ્રહ્માંડ'ના સબૂત મળ્યા, અહીં ઉંધો ચાલે છે સમય

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ દુનિયાભરમાં વૈજ્ઞાનિકો કેટલાય પ્રકારની શોધ કરતા રહે છે, જેમાંથી કેટલાક ચોંકાવનારી શોધ પણ હોય છે. હવે નાસાના વૈજ્ઞાનિકોએ પણ આવી જ મોટી ખોજ કરી છે. નાસાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે તેમને Parallel Universe (સમાંતર બ્રહ્માંડ) હોવાના સબૂત મળ્યાં છે. અહીં ભૌતિક નિયમ પણ બિલકુલ ઉલ્ટા છે. જેનો મતલબ એ છે કે અહીં સમય આગળ ચાલવાના બદલે પાછળ ચાલે છે. દશકાથી આવી સંભાવનાઓને લઈ ડિબેટ થતી રહી હતી.

એન્ટાર્કટીકાની ઘટનાથી સબૂત મળ્યા

એન્ટાર્કટીકાની ઘટનાથી સબૂત મળ્યા

એવું માનવામાં આવે છે કે વર્ષ 1952 બાદથી જ એવી સંભાવનાઓ જતાવવામાં આવી કે આપણે એક મલ્ટિવર્સમાં રહીએ છીએ. આ વાત સાબિત કરવા માટે ક્યારેય સબૂત નહોતા મળી શક્યા. જો કે હવે વૈજ્ઞાનિકોને એન્ટાર્કટિકામાં થયેલ એક ઘટનાથી આ અંગે જોડાયેલા કેટલાક સબૂત મળ્યા છે. અનુમાન મુજબ આ ઘટનાથી સાબિત થઈ શકે છે કે આપણી આસપાસ જ એક બીજું સમાંતર બ્રહ્માંડ છે. કોસ્મિક રે ડિટેક્શન એક્સપેરિમેંટમાં આ કણ મળ્યા છે, જેનાથી આ વાતની પુષ્ટિ થાય છે.

ANITAથી પ્રયોગ કરવામાં આવ્યો

ANITAથી પ્રયોગ કરવામાં આવ્યો

આ સમગ્ર મામલાને સમજવા માટે નાસાના વૈજ્ઞાનિકોએ એન્ટાર્કટિકામાં એક પ્રયોગ કર્યો છે. નાસાએ પોતાના એન્ટાર્કટિકા ઈમ્પલસિવ ટ્રાંજિયંટ એન્ટના (ANITA)માં એક મોટા ગુબ્બારા પર ઈલેક્રોનિક એન્ટિનાને અંટાર્કટિકામાં સૂખી અને ઠંડી હવા વચ્ચે ઉંચાઈ પર ટિકાવ્યું. આ સ્થળને એટલા માટે પસંદ કરવામાં આવ્યું હતું કેમ કે અહીં વાયુ પ્રદુષણ પણ નથી અને કોઈપણ પ્રકારની ધ્વનીથી અવરોધ ઉત્પન્ન થવાની સંભાવના પણ નથી. આની સાથે જ વૈજ્ઞાનિકોનું એમ પણ માનવું છે કે એન્ટાર્કટિકા પર કિરણોની વ્યવધાન ઓછામા ઓછી હશે.

શોધમાં શું માલૂમ પડ્યું

શોધમાં શું માલૂમ પડ્યું

આ શોધમાં વૈજ્ઞાનિકોને માલૂમ પડ્યું કે હાઈ એનરજી કણ સતત હવા દ્વારા અંતરિક્ષથી ધતી પર આવે છે. હાઈ એનરજી કણો વિશે માત્ર અંતરિક્ષથી નીચે આવવા પર જ પતો લગાવી શકાય છે, પરંતુ આ શોધમાં વૈજ્ઞાનિકોએ એવા તમામ કણો વિશે પણ પતો લગાવ્યો છે જે ધરતીથી ઉપર તરફ ઉઠે છે. એટલે કે ઉપર તરફ જાય છે. મતલબ એ થયો કે કણ વાસ્તવમાં ધરતીનું એક સમાંતર બ્રહ્માંડ હોવાના સબૂત આપે છે. અહીં સમય ઉંધો ચાલે છે. પરંતુ વૈજ્ઞાનિકોની આ પરિકલ્પના પર બધા લોકો સહમત નથી.

શું બે બ્રહ્માંડ બન્યાં હતાં?

શું બે બ્રહ્માંડ બન્યાં હતાં?

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે 13.8 બિલિયન વર્ષ પહેલા બિગ બેંગ સમયે બે બ્રહ્માંડ બ્યા હતા. તેમાંથી એક એ હતો, જ્યાં આપણે રહીએ છીએ અને એક એ જે સમયની સાથે પાછળ ચાલી રહ્યો છે. અગાઉ આવા પ્રકારની ચીજો આપણને માત્ર ફિલ્મો અને ટીવીમા જ જોવા મળે છે પરંતુ હવો એક નવી ખોજમાં આ અંગે સબૂત મળ્યા છે, જેનાથી આવી એક દુનિયા હોય શકે તેવું માલૂમ પડે છે.

BSNLનો જબરદસ્ત પ્લાન, સસ્તામાં દરરોજ મળશે 1.8 GB ડેટાBSNLનો જબરદસ્ત પ્લાન, સસ્તામાં દરરોજ મળશે 1.8 GB ડેટા

English summary
NASA scientist found evidence of parallel universe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X