For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓબામા આવી રહ્યા છે ભારત, નવાઝે કરી ઓબામાને આજીજી

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 22 નવેમ્બર: હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા 26 જાન્યુઆરી 2015ના રોજ ગણતંત્ર દિવસના અવસર પર ભારતના વિશેષ મહેમાન બનશે. જેવા આ સમાચાર ઇસ્લામાબાદ પહોંચ્યા અને નવાઝના કાનોમાં આ ખબર પડ્યા કે તેમણે તેમાં પણ તેમનો ફાયદો જોવા લાગ્યા. નવાઝે ઓબામાને મન્નત કરી છે કે જ્યારે તેઓ ભારત જાય ત્યારે તેઓ કાશ્મીર મુદ્દાને જરૂર ઊઠાવે.

નવાઝની ઓબામા સાથે થઇ વાતચીત
આ સમાચારને સાંભળીને પડોશી દેશ પાકિસ્તાનને મર્ચી લાગવી સ્વાભાવીક છે. પોતાના ભારત પ્રવાસની જાણકારી આપવા માટે બરાક ઓબામાએ નવાઝ શરીફને ફોન કર્યો હતો.

તેમને આ વાતની જાણકારી ઓબામા તરફથી આપવામાં આવી કે તેઓ જાન્યુઆરીમાં ભારત પ્રવાસ પર જઇ રહ્યા છે. આ દરમિયાન ઓબામાએ નવાઝને દ્વિપક્ષીય સંબંધો અને સ્થિતિની ભાળ મેળવી.

obama
પાકિસ્તાન વડાપ્રધાન કાર્યાલય તરફથી આપવામાં આવેલા નિવેદન અનુસાર નવાઝે ઓબામાને અનુરોધ કર્યો છે કે તેઓ ભારતીય નેતૃત્વની સામે કાશ્મીરનો મુદ્દો ચોક્કસ ઉઠાવે.

વડાપ્રધાન કાર્યાલયની માનીએ તો એશિયામાં શાંતિ અને સ્થાયીત્વ લાવવા માટે આ મુદ્દાને હલ કરવો જરૂરી છે. માત્ર એટલું જ નહીં નવાઝે ઓબામા ફરિયાદી લહેજામાં એ પણ જણાવ્યું કે ભારત તરફથી સરહદ પર ફાયરિંગ સતત ચાલું છે.

શરીફે ઓબામાને યાદ અપાવ્યું નિમંત્રણ
ઓબામાએ શરીફને જ્યારે ફોન કર્યો તો શરીફે તેમને યાદ અપાવ્યું તેઓ જ્યારે ઓબામાને વર્ષ 2013માં વોશિંગ્ટનમાં મળ્યા હતા તો નવાઝ તરફથી પણ તેમને પાકિસ્તાન આવવાનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું. શરીફે જણાવ્યું કે પાકિસ્તાન પણ ઓબામાનું સ્વાગત કરવા માટે આતુર છે.

English summary
Nawaz Sharif asks Barack Obama to raise Kashmir issue during his visit to India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X