For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવાઝના બદલાયા બોલ, ભારતની સાથે સામાન્ય સંબંધ ઇચ્છે છે પાક

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 28 જાન્યુઆરી: પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે ભારતને મહત્વપૂર્ણ પડોશી ગણાવતા જણાવ્યું છે કે ઇસ્લામાબાદ 'પારસ્પરિક સન્માન અને સંપ્રભુ સમાનતા'ના આધાર પર ભારતની સાથે સામાન્ય સંબંધ ઇચ્છે છે.

શરીફે ભારતમાં પાકિસ્તાનના હાઇકમિશન અબ્દુલ બાસિત સાથે વડાપ્રધાન આવાસમાં મુલાકાત દરમિયાન જણાવ્યું કે ભારત અમારા માટે એક મહત્વપૂર્ણ પાડોશી છે અને અમે પારસ્પરિક સન્માન તથા સંપ્રભુ સમાનતાના આધાર પર તેમની સાથે સામાન્ય સંબંધ ઇચ્છીએ છીએ. એક અધિકારીક નિવેદન અનુસાર બાસિતે તેમને પાકિસ્તાન-ભારત સંબંધોની સ્થિતિ પર જાણકારી આપી.

nawaz
શરીફે ફરી જણાવ્યું કે પાકિસ્તાન ક્ષેત્રના તમામ દેશો સાથે સારા પાડોશી સંબંધો ઇચ્છે છે. શું અહીં એવું અનુમાન લગાવી શકાય કે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે વધતી નીકટતાના કારણે પાકિસ્તાનના બોલ બદલાયા છે?

તેમણે જણાવ્યું કે આ મહત્વપૂર્ણ છે કે બંને દેશ ક્ષેત્રમાં વ્યવહાર્ય શાંતિ માટે જમ્મુ-કાશ્મીર સહિત પોતાના તમામ પેન્ડિંગ મુદ્દાઓને ઉકેલવાનો સંકલ્પ કરે.

ભારતે ગયા વર્ષે બાસિતના કાશ્મીરી અલગતાવાદીઓ સાથેની મુલાકાતના કારણે પાકિસ્તાનની સાથે વિદેશ સચિવ સ્તરની વાર્તા રદ્દ કરી દીધી હતી. ત્યારથી બંને દેશો એ કહેતા રહ્યા છે કે તેઓ સાર્થક વાતચીત માટે તૈયાર છે, પરંતુ બીજો પક્ષ પહેલ કરે.

English summary
Pakistan wants normal ties with India: Prime Minister Nawaz Sharif.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X