For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનમાં એક નવી મહામારીએ દીધી દસ્તક, કોરોના વાયરસની જેમ માનવીમાં ફેલાવાનુ જોખમ

વેક્સીન ન હોવાના કારણે કોરોનાની સ્થિતિ દિવસે-ને-દિવસે બગડતી જઈ રહી છે. આ દરમિયાન ચીનથી વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસે આખી દુનિયાને પોતાની ચપેટમાં લઈ લીધી છે. અત્યાર સુધી એક કરોડથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. વેક્સીન ન હોવાના કારણે સ્થિતિ દિવસે-ને-દિવસે બગડતી જઈ રહી છે. આ દરમિયાન ચીનથી વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે જ્યાં બ્યૂબાનિક પ્લેગના કેસ સામે આવ્યા છે. જેના માટે એલર્ટ જારી કરવામાં આવી છે.

વયન્નૂરમાં આવ્યો કેસ

વયન્નૂરમાં આવ્યો કેસ

ચીની મીડિયાના રિપોર્ટ અનુસાર આંતરિક મંગોલિયાઈ સ્વાયત્ત ક્ષેત્ર વયન્નૂરમાં બ્યુબાનિક પ્લેગનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેના માટે હાઈ લેવલની ચેતવણી જારી કરવામાં આવી છે જે ડિસેમ્બહર 2020 સુધી ચાલુ રહેશે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ શહેરમાં પ્લેગ ફેલાવાની સંભાવના છે. એવામાં લોકોને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યુ છે. સાથે જ જાગૃકતા વધારવાનુ પણ કામ કરવામાં આવી રહ્યુ છે. આ સંક્રમણ પણ જાનલેવા હોઈ શકે છે જો કે મેડિકલ સાયન્સમાં આના માટે એન્ટીબાયોટિકની શોધ થઈ ચૂકી છે.

નવા વાયરસનુ નામ G-4

નવા વાયરસનુ નામ G-4

ચીની મીડિયાના જણાવ્યા અનુસાર આ પહેલા પશ્ચિમ મંગોલિયામાં બ્યુબાનિક પ્લેગના બે કેસ સામે આવ્યા હતા. જેના શિકાર બે ભાઈ થયા. બંનેનો ઈલાજ સ્થાનિક હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. વૈજ્ઞાનિકો મુજબ જે નવા વાયરસ મળ્યા છે તે કોરોના વાયરસની જેમ ઘાતક છે. સાથે જ ભવિષ્ટમાં મહામારીનુ રૂપ લઈ શકે છે. તેનો પણ માનવીમાંથી માનવીમાં ફેલાવાનુ જોખમ છે. હાલમાં તેને G-4 નામ આપવામાં આવ્યુ છે અને આ વિશે વધુ જાણવા માટે રિસર્ચ ચાલુ છે.

બ્યુબાનિક પ્લેગને કહેવામાં આવે છે બ્લેક ડેથ

બ્યુબાનિક પ્લેગને કહેવામાં આવે છે બ્લેક ડેથ

આ બિમારી જંગલી ઉંદરોમાં મળી આવતા યર્સિનિયો પેસ્ટિસ બેક્ટેરિયમ નામના બેક્ટેરિયાથી થાય છે. આમાં દર્દીને ખૂબ જ તાવ આવવા લાગે છે અને તેના શરીરમાં ખૂબ જ દુખાવો થાય છે. બે-ત્રણ દિવસ બાદ શરીરમાં મ્યુલ્સ નીકળવા લાગે છે અને બાદમાં પાકી જાય છે. વળી, લોહી અને ફેફસા પર વાયરસનો હુમલો થવાના કારણે આંગળીઓ પણ કાળી પડીને સડવા લાગે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ જંગલી ઉંદરોમાં આ બિમારી સૌથી પહેલા આવી. તેમના મર્યા બાદ આ વાયરસ પિસ્સુઓમાં જતો રહ્યો. ફરીથી પિસ્સુઓના કરડવાથી માનવીમાં આવી જાય છે. આ બિમારી એટલી ઘાતક છે કે તેને બ્લેક ડેથ પણ કહેવામાં આવે છે.

India-China: લદ્દાખમાં LAC પર ટકરાવવાળી જગ્યાએથી 2 કિમી પાછળ હટી ચીની સેનાIndia-China: લદ્દાખમાં LAC પર ટકરાવવાળી જગ્યાએથી 2 કિમી પાછળ હટી ચીની સેના

English summary
New case of Bubonic plague in china, human to human infection alert.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X