સૌથી પહેલા ન્યૂઝીલેન્ડે કર્યું 2025નું સ્વાગત, ફટાકડા ફોડીને કરી ઉજવણી, જૂઓ વીડિયો
સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે, પરંતુ દર વખતની જેમ આ વખતે પણ ન્યુઝીલેન્ડમાં સૌથી પહેલા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે. અત્યારે જ્યારે દુનિયાભરના દેશો પોતપોતાના ટાઈમ ઝોન પ્રમાણે નવા વર્ષને આવકારવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે કિરીટીમતી દ્વીપ કે જેને ક્રિસમસ આઈલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાંના લોકોએ નવા વર્ષ 2025નું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કર્યું છે.
ન્યુઝીલેન્ડના લોકોએ 2025ના આગમનને ખુલ્લા હાથે આવકાર્યું અને ઓકલેન્ડમાં અદભૂત આતશબાજી સાથે ઉજવણી કરી. આ પ્રસંગે શહેરનો ક્લોક ટાવર રોશનીથી ઝળહળી ઉઠયો હતો. જેનો સુંદર વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે આ કિરીટીમાટી ટાપુ પેસિફિક મહાસાગરમાં સ્થિત છે અને કિરીબાતી રિપબ્લિકનો ભાગ છે. ખાસ વાત એ છે કે ટાઈમ ઝોન પ્રમાણે આ આઈલેન્ડ ભારતથી 7.30 કલાક આગળ છે, તેથી અહીંના લોકોએ સાડા સાત કલાક પહેલાથી જ નવા વર્ષનું સ્વાગત કરવાનું શરૂ કરી દીધું છે.

24 ટાઈમ ઝોનમાં કરાય છે વિભાજીત
નોંધનીય છે કે પૃથ્વીનું પરિભ્રમણ વિશ્વભરના દેશોના સમયમાં મહત્વનો ભાગ ભજવે છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં અલગ અલગ સમયે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. રેખાંશ પર આધારિત વિભાજનને 24 સમય ઝોનમાં વિભાજિત કરવામાં આવે છે, જે અલગ અલગ સમય ઝોન બનાવે છે, જેમાંથી દરેકનો પોતાનો માનક સમય હોય છે.
#WATCH | New Zealand's Auckland welcomes the #NewYear2025 with fireworks.
— ANI (@ANI) December 31, 2024
(Source: TVNZ via Reuters) pic.twitter.com/eiAqCXzigV
જૂદા જૂદા સમયે કરાય છે ઉજવણી
ભારત ભારતીય માનક સમય (IST) પર કાર્ય કરે છે, જે કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ (UTC +5:30) કરતા 5 કલાક અને 30 મિનિટ આગળ છે. આ સમય ઝોનમાં તેમની સ્થિતિના આધારે જુદા જુદા દેશોમાં જુદા જુદા સમયે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવે છે.
ભારત પહેલા 41 દેશો 2025નું સ્વાગત કરશે
માત્ર ન્યુઝીલેન્ડ જ નહી પરંતુ વિશ્વના ઘણા દેશો ભારત પહેલા નવા વર્ષની ઉજવણી કરશે. ઓસ્ટ્રેલિયા, સમોઆ, ટોંગા, પાપુઆ ન્યુ ગિની, રશિયાના કેટલાક વિસ્તારો, મ્યાનમાર, જાપાન અને ઇન્ડોનેશિયા સહિત લગભગ 41 દેશો ભારત સમક્ષ આ પ્રસંગની ઉજવણી કરે છે.












Click it and Unblock the Notifications
