હવે ફેસબુક પર નહીં વાંચી શકો સમાચાર, મેટાએ કર્યા બ્લોક
મેટા સોશિયલ મીડિયામાં પોતાનું આગવું પ્રભુત્વ ધરાવે છે. તમે સોશિયલ મીડિયામાં લોકો રીલ્સ, ફોટો અને વીડિયો સાથે સાથે સમાચાર પણ વાંચે છે. જોકે, મેટા હવે આ સમાચારને બ્લોક કરવા જઇ રહ્યું છે. જે કારણે ફેસબુકમાં તમે સમાચાર વાંચી શકશો નહીં. જોકે, આ નિર્ણય માત્ર કેનેડા પૂરતો છે.
ઉલ્લેખનીય છે કે, કેનેડામાં સોશિયલ મીડિયા કંપનીઓને સમાચારની સામે ન્યૂઝ પબ્લિસરને પૈસા ચૂકવવા પડશે, તેવો નવો કાયદો બનાવવામાં આવ્યો છે. જેના વિરોધમાં મેટા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવો કાયદો ફેસબુક, ગુગલ અને ટ્વિટર સહિત ઘણા સોશિયલ મીડિયા કંપનીઓ પર લાગુ થાય છે. ગુગલે પણ આ અંગે ચેતવણી જાહેર કરી છે.

મેટાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ન્યૂઝ પબ્લિશર્સ દ્વારા શેર કરવામાં આવેલી ન્યૂઝ લિંક્સ બ્લોક કરી દેવામાં આવી છે અને તે કોઈપણ યુઝર્સ જોઈ શકાશે નહીં. આ સિવાય મેટાએ આ બંને પ્લેટફોર્મ પર ન્યૂઝ શેર કરવાનું પણ બંધ કરી દીધું છે.
મેટાએ જણાવ્યું હતું કે, મંગળવારના રોજથી તે શરૂ થયું હતું અને કેટલાક અઠવાડિયા સુધી ચાલશે, જોકે AFP રિપોર્ટરે ફેસબુક પર સમાચાર જોયા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ઘણા યુઝર્સે દાવો કર્યો હતો કે, સમાચાર લિંક્સ બ્લોક છે.
શા માટે થઇ રહ્યો છે હોબાળો? - નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયાની જેમ, કેનેડાએ ઓનલાઈન ન્યૂઝ એક્ટ રજૂ કર્યો છે, જેનો હેતુ કેનેડિયન મીડિયાને ટેકો આપવાનો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાં ઘણા મીડિયા હાઉસ બંધ થયા છે, અને ઘણાને લાખો ડોલરનું નુકસાન થયું છે.
આ નવા કાયદા અનુસાર, સોશિયલ મીડિયા કંપનીઓએ મીડિયા હાઉસ સાથે ભાગીદારી કરવી પડશે, અને સમાચારના બદલામાં પૈસા ચૂકવવા પડશે.
કેનેડાના સંસદીય બજેટ વોચડોગના અંદાજ મુજબ, કેનેડિયન અખબારો નવા કાયદા હેઠળ ડિજિટલ પ્લેટફોર્મ પરથી દર વર્ષે લગભગ 330 મિલિયન ડોલર (આશરે રૂપિયા 2,719 કરોડ) મેળવી શકે છે.
મેટા કહે છે કે, મીડિયા હાઉસને તેના પ્લેટફોર્મ પર સમાચાર શેર કરવાથી ફાયદો થાય છે. તેમને નવા વાચકો મળે છે અને તેમના સમાચાર વૈશ્વિક સ્તરે પહોંચે છે. તેથી વધારાના પૈસા ચૂકવવાનો કોઈ અર્થ નથી.












Click it and Unblock the Notifications
