For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#NiceAttack: ફ્રાંસમાં થયો આતંકી હુમલો, 80 લોકોની મોત

|
Google Oneindia Gujarati News

ફ્રાંસના નીસમાં એક મોટો આતંકી હુમલો થયો છે. ફ્રેંચ નેશનલ ડેના સમારંભમાં એક વ્યક્તિ ટ્રક લઇને લોકોથી ભરેલા રસ્તા પર ધૂસી ગયો અને તેને 2 કિમી સુધી લોકોને ટ્રક વડે કૂચડીને મારી નાંખ્યા. જે બાદ પોલિસે આરોપી ડ્રાઇવરને મારી નાંખ્યો છે. ટ્રકમાંથી ભારે માત્રામાં ગ્રેનેડ અને બંદૂક પ્રાપ્ત થયા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલંદે 77 લોકોની મોતની પુષ્ઠી કરી છે. જો કે મીડિયા 80 લોકોની મોતની વાત કરે છે.

franch attack

ફ્રાંસમાં થયેલા આ આતંકી હુમલા બાદ ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસ ઓલંદે પ્રેસ કોન્ફર્ન્સ યોજીને દેશમાં થઇ રહેલા આવા આંતકી હુમલાથી લોકોને ન ડરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે અમે આતંકવાદનો મજબૂતાઇથી સામનો કરીશું. ઓલાંદે કહ્યું કે પેરિસ અટેક પછી લાગેલી સ્ટેટ ઇમરજન્સી હવે ત્રણ મહિના સુધી વધારવામાં આવી છે.

આ સમાચાર બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ આતંકી ધટનાને વખોડી છે. અને કહ્યું છે કે મુશ્કેલીના આ સમયમાં અમે ફ્રાંસની સાથે છીએ. સાથે જ આ મુદ્દા પર અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ ફ્રાંસને સપોર્ટ જાહેર કરી, આ ધટના માટે શોક વ્યક્ત કર્યો છે.

English summary
State of emergency in France will be extended by three months said President Francois Hollande after #NiceAttack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X