For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતિશ કુમારે પાક.માં ઝીણાની મજાર પર ચડાવી ચાદર

|
Google Oneindia Gujarati News

nitish kumar
કરાંચી, 10 નવેમ્બર: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શનિવારે પાકિસ્તાનના સ્થાપક મોહમંદ અલી ઝીણાની મજાર પર ચાદર ચઢાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સિંધ પ્રાંતના સૈયદ કઇમ અલી શાહની સાથે નીતિશ કુમારે મજાર પર ફૂલની ચાદર ચડાવી અને બંનેએ ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ અને ભાઇચારા માટે હાથ મિલાવ્યો હતો.

કુમારે પત્રકારોને જણાવ્યું કે 'મારો વિચાર છે કે ભારત અને પાકિસ્તાને એકબીજાની સાથે મળીને કામ કરવાની અને શાંતિપૂર્ણ રીતે રહેવાની જરૂરિયાત છે. આવું કરવાથી બંને દેશોનો વિકાસ સુનિચ્છિત થશે. ગઇકાલે એક અઠવાડિયા માટે પાકિસ્તાનના પ્રવાસે આવેલા કુમારે જણાવ્યું કે પોતાની આ સદભાવના યાત્રા દરમિયાન તેઓ બિહારમાં કરેલા વિકાસની ગાથા કહેશે.'

સિંધના મુખ્યમંત્રીએ જણાવ્યું કે 'બંને દેશોની વચ્ચે ઘણી સમાનતા છે અને બંને દેશ વચ્ચે સારા સંબંધ સ્થપાય એ સ્વાભાવિક છે. તેમણે જણાવ્યું કે અમારી સંસ્કૃતિ અને પરંપરાઓમાં ઘણી સમાનતા છે અને આપણે એને યથાવત રાખવાની જરૂરિયાત છે.'

તેમણે જણાવ્યું હતું કે 'મેં નીતિશ કુમારને મારા પ્રદેશની મુલાકાત કરવાનો આગ્રહ કર્યો હતો કારણ કે મને લાગે છે કે આ પ્રકારની મુલાકાત થકી બંને દેશોની વચ્ચે સહયોગ વધારી શકાશે. કુમાર પોતાના પ્રવાસ દરમિયાન લાહોર અને ઇસ્લામાબાદ પણ જશે.'

English summary
Making his first visit to Pakistan, Bihar chief minister Nitish Kumar today said he was captivated by the warmth of brotherhood and goodwill here as he shared his experiences in realizing his quest for ensuring an all-round development in his state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X