વિક્ટર એમ્બ્રોસ અને ગૈરી રૂવકુનને મળ્યો નોબલ પુરસ્કાર 2024, આ સિદ્ધિ માટે આપાયું સમ્માન

Nobel Prize Medicine 2024: નોબલ પુરસ્કાર 2024 જહેર કરવામાં આવી રહ્યા છે. જેમાં ચિકિત્સા ક્ષેત્રે નોબેલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે વૈજ્ઞાનિકો એમ્બ્રોઝ અને ગેરી રુવકુનને મેડિસીનના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવશે.

નોબેલ પુરસ્કારોની જાહેરાત કરતા નોબેલ એસેમ્બલીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એમ્બ્રોઝ અને ગેરી રુવકુનનું સંશોધન તબીબી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે, તે જીવોના વિકાસ અને કાર્યને સમજવામાં વધુ મદદ કરી રહ્યું છે.

આ વર્ષે વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકુનને મેડિસિનનું નોબેલ પુરસ્કાર આપવામાં આવશે. બંને સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિકોએ માઇક્રો આરએનએની શોધ કરી હતી. બંને વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનમાં સમજાવ્યું હતું કે, કેવી રીતે વિવિધ પ્રકારના કોષો બને છે.

Nobel Prize Medicine 2024

તેઓએ માઇક્રોઆરએનએ શોધ્યા, માઈક્રો આરએનએ પરમાણુઓ જે જનીન નિયમનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમની શોધે જનીન નિયમનમાં એક નવો ખ્યાલ રજૂ કર્યો, જે હવે મનુષ્યો સહિત બહુકોષીય સજીવો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વિક્ટર એમ્બ્રોઝ કોણ છે?

વિક્ટર એમ્બ્રોઝનો જન્મ 1953માં હેનોવર, ન્યુ હેમ્પશાયર, યુએસએમાં થયો હતો. તેમણે 1979 માં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી માંથી તેમની ડૉક્ટરેટ પ્રાપ્ત કરી છે.

જે બાદ તેમણે વર્ષ 1985 સુધી પોસ્ટડોક્ટરલ સંશોધક તરીકે ત્યાં કામ કર્યું હતું. વર્ષ 1985માં, તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે કામ કર્યું છે.

જે બાદ 1992 થી 2007 સુધી, તેમણે ડાર્ટમાઉથ મેડિકલ સ્કૂલમાં પ્રોફેસર તરીકે પણ કામ કર્યું છે. એમ્બ્રોસ હાલમાં વર્સેસ્ટર, એમએમાં યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સ મેડિકલ સ્કૂલમાં નેચરલ સાયન્સના સિલ્વરમેન પ્રોફેસર છે.

ગેરી રુવકુન કોણ છે?

ગેરી રુવકુનનો જન્મ 1952માં કેલિફોર્નિયાના બર્કલેમાં થયો હતો. વર્ષ 1982 માં, તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી મેળવ્યું છે. જે બાદ તેમણે 1982 થી 1985 સુધી એમઆઈટીમાં પોસ્ટડોક્ટરલ કાર્ય કર્યું છે.

1985માં તેઓ મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલ અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર બન્યા હતા. વર્તમાન સમયમાં તેઓ મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં જિનેટિક્સના પ્રોફેસર તરીકે કામ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X