ઉત્તર કોરિયા નાના પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે

સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર કિમે જણાવ્યું છે કે ઉત્તર કોરિયા પોતાના પરમાણુ હથિયારોને સૂક્ષ્મ આકાર આપવામાં વ્યસ્ત છે. કિમનું આ નિવેદન અમેરિકન પ્રતિનિધિ સભાના સભ્ય દૌગ લેમ્બોર્નના એક દિવસ પહેલા એવું કહ્યા બાદ આવ્યું છે કે ઉત્તર કોરિયાની પાસે બેલેસ્ટિક મિસાઇલની સાથે પરમાણુ હથિયાર છોડવાની ક્ષમતા છે.
તેમણે આ વાત અમેરિકાની કોંગ્રેસમાં એક સુનવણી દરમિયાન ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સી (ડીઆઇએ)ના રિપોર્ટના આધારે જણાવી હતી. ઉલ્લેખનીય છે કે પ્રાપ્ત અહેવાલો અનુસાર ઉત્તર કોરિયાએ તેના રોકેટને પોતાની પોઝિશન પર લેવાના આદેશ આપ્યા છે.












Click it and Unblock the Notifications
