ઉત્તર કોરિયાએ પૂર્વ કિનારે ગોઠવેલી મિસાઈલ્સ દૂર કરી

મિસાઈલ્સને ખડકી દેવાતા અમેરિકા અને દક્ષિણ કોરિયા પર પરમાણું હુમલોનો ભય પેદા થયો હતો અને કોરિયન દ્વીપકલ્પ પર પહેલા કરતા સ્થિતી વધુ વણસી ગઈ હતી. મુસુદન મિસાઈલ મધ્યમ રેન્જ મિસાઇલ છે. તેની ક્ષમતા ત્રણ હજારથી 3500 કિલોમીટર સુધીની છે. હજું સુધી ઉત્તર કોરિયાએ આનું પરિક્ષણ નથી કર્યું.
મિસાઈલ્સ તૈનાત કર્યા બાદ અમેરિકાએ ઉત્તર કોરિયાને એપ્રિલમાં ચેતવણી આપી હતી કે જો તેમણે આ મિસાઈલને લોન્ચ કરી તો એ તેઓની સૌથી મોટી ભૂલ હશે. ઉત્તર કોરિયા કેટલીય વાર અમેરિકા અને દક્ષિણ કોરિયા પર હુમલો કરવાની ધમકી આપતું આવ્યું છે પરંતુ મિસાઈલ હટાવ્યાનાં ઉત્તર કોરિયાનાં આ પહલાથી દક્ષિણ કોરિયા અને અમેરિકા સાથે તેઓનાં સંબંધ સુધરે તેવી આશા રાખવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
