હવે સિગારેટનું પેકેટ બોલશે, ‘સ્મોકિંગ છોડો’
લંડન, 2 જુલાઇ : લોકો ધૂમ્રપાનથી દૂર રહે તે માટે તેમને ચેતવણી આપવા માટે સમયની સાથે અવનવા પ્રયોગો કરવામાં આવે છે. આ માટેના એક નવા પ્રયાસ અંતર્ગત હવે સિગારેટનું પેકેટ જ ધૂમ્રપાન કરનારાને સ્મોકિંગ છોડવાનું કહેશે. જી હા, યુકેમાં વિજ્ઞાનીઓએ રેકોર્ડ કરેલા મેસેજવાળું એક અનોખું ‘બોલતું' સિગારેટ પેકેટ બનાવાયું છે જે લોકોને ધૂમ્રપાન છોડી દેવા માટે પ્રોત્સાહિત કરશે.
બ્રિટનની સ્ટર્લિંગ યુનિવર્સિટીના તમાકુ નિયંત્રણ રિસર્ચ કેન્દ્રે બે ‘બોલતા' સિગારેટ પેકેટ ડેવેલપ કર્યા છે. બંનેમાં અલગ અલગ સંદેશો છે. એક પેકેટમાં ધૂમ્રપાન કરનારાઓ માટે એક ફોન નંબર આપવામાં આવ્યો છે. જેની પર ફોન કરવાથી ધૂમ્રપાન છોડવાને લગતી સલાહ મેળવી શકાશે. બીજા પેકેટનો સંદેશો એક ચેતવણી આપે છે કે ધૂમ્રપાન કરવાથી તમારી પ્રજનન શક્તિ ઘટે છે.

ટેક્નોલોજીની કમાલવાળા આ નવા પેકેટમાં, તે જેવું ખોલવામાં આવે કે રેકોર્ડ કરેલો સંદેશો વાગે છે. આ પેકેટમાં એક વોઈસ રેકોર્ડર અને એક પ્લેબેક ઉપકરણ મૂકવામાં આવ્યું છે, જેથી જ્યારે પણ પેકેટ ખોલવામાં આવે કે સંદેશો શરૂ થઈ જાય.












Click it and Unblock the Notifications
