For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ચીને નકલી એફિલ ટાવર અને વ્હાઇટ હાઉસ પણ બનાવ્યા

|
Google Oneindia Gujarati News

બીજિંગ, 2 જુલાઇ : ચીન એટલે નકલ કરવામાં બાદશાહ. આમ તો અત્યાર સુધી ચીન પાઇરેટેડ ડીવીડી, નકલી આઇફોન બનાવવા માટે કુખ્યાત છે. પણ હવે ચીને સંસ્કૃતિઓની નકલ પણ શરૂ કરી દીધી છે. ચીન હવે વિશ્વવિખ્યાત શહેરોની અને તેના પ્રસિદ્ધ સ્થાપત્યો અને ઇમારતોની નકલ કરી રહ્યું છે.

ચીનમાં તાજેતરમાં વસાવવામાં આવેલા થેમ્સ ટાઉનમાં પ્રવેશ કરતા જ તમે ચીનની સંસ્કૃતિથી વિલિપ્ત થઇને એક નવી જ દુનિયામાં પ્રવેશ કર્યો હોય તેવો અનુભવ થશે. આ અનોખા કૃત્રિમ શહેરને જોવા માટે સેંકડોની સંખ્યામાં ચીની યુવાનો આવી રહ્યા છે અને અહીંના વિહારની યાદગીરી ફોટો સ્વરૂપે લઇ જઇ રહ્યા છે.

ચીનમાં થીમ આધારિત શહેર વિકસાવાયું

ચીનમાં થીમ આધારિત શહેર વિકસાવાયું

થેમ્સ ટાવર હાઉસિંગ સ્કીમ અને તેની સાથે બનાવેલા સૉગજિયાંગ જિલ્લાના મુખ્ય યોજનાકાર બ્રિટિશ આર્કિટેક્ટ ટોની મેક છે. તેમણે તૈયાર કરેલા શહેરમાં ચીનનો કોલાહલ નથી. અહીંના માર્ગ સ્વચ્છ, પહોળા અને હવાદાર છે. આ માર્ગ પર થોડું આગળ વધતા જ ઇંગ્લેન્ડના કોટ્સવર્લ્ડ ગામોની પ્રેરણામાંથી બનેલો ક્લૉક ટાવર પણ નજરે પડશે. તેમાં મધ્યકાલીન લૂક ધરાવતા મીટિંગ રૂમમાં બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલનું સ્ટેચ્યુ પણ છે.

ચીનના યુવાનો ખૂબ પ્રભાવિત થયા

ચીનના યુવાનો ખૂબ પ્રભાવિત થયા

આ શ્રૃંખલામાં ઇટાલીના પ્રખ્યાત વેનિસ શહેરની પ્રતિકૃતિ પણ જોવા મળે છે. જો કે લોકો આ તમામ બાબતોથી ખુશ નથી અને કહી રહ્યા છે કે સમગ્ર પ્લાન યોજનાથી ભટકી ગયો છે અને તેમાં વાપરવામાં આવેલી સામગ્રીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નકલી હોય તેવું લાગી રહ્યું છે. કેટલીક જગ્યાએ પત્થરોનો ઉપયોગ કરાયો છે જે અસલી અંગ્રેજી ચર્ચમાં ઉપયોગમાં લેવાતા નથી.

એફિલ ટાવરની ચાઇનીઝ આવૃત્તિ

એફિલ ટાવરની ચાઇનીઝ આવૃત્તિ

લોકો શોખથી ફોટો પડાવે છે...

વેનિસ શહેરની ચાઇનીઝ આવૃત્તિ

વેનિસ શહેરની ચાઇનીઝ આવૃત્તિ

આબેહૂબ નહીં હોવાની ફરિયાદ

ફ્રેન્ચ સ્થાપતની ચાઇનીઝ આવૃત્તિ

ફ્રેન્ચ સ્થાપતની ચાઇનીઝ આવૃત્તિ

યોગ્ય સામગ્રી નથી વાપરી

વ્હાઇટ હાઉસની ચાઇનીઝ આવૃત્તિ

વ્હાઇટ હાઉસની ચાઇનીઝ આવૃત્તિ

જોવામાં મજેદાર છે

લંડનના ટાવર બ્રિજની ચાઇનીઝ આવૃત્તિ

લંડનના ટાવર બ્રિજની ચાઇનીઝ આવૃત્તિ

કદ મજા બગાડે છે

લંડનના સ્ટોનહેંજની ચાઇનીઝ આવૃત્તિ

લંડનના સ્ટોનહેંજની ચાઇનીઝ આવૃત્તિ

લંડનની યાદ તાજી થાય ખરી

થેમ્સ ટાવર હાઉસિંગ સ્કીમ અને તેની સાથે બનાવેલા સૉગજિયાંગ જિલ્લાના મુખ્ય યોજનાકાર બ્રિટિશ આર્કિટેક્ટ ટોની મેક છે. તેમણે તૈયાર કરેલા શહેરમાં ચીનનો કોલાહલ નથી. અહીંના માર્ગ સ્વચ્છ, પહોળા અને હવાદાર છે. આ માર્ગ પર થોડું આગળ વધતા જ ઇંગ્લેન્ડના કોટ્સવર્લ્ડ ગામોની પ્રેરણામાંથી બનેલો ક્લૉક ટાવર પણ નજરે પડશે. તેમાં મધ્યકાલીન લૂક ધરાવતા મીટિંગ રૂમમાં બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલનું સ્ટેચ્યુ પણ છે.

આ શ્રૃંખલામાં ઇટાલીના પ્રખ્યાત વેનિસ શહેરની પ્રતિકૃતિ પણ જોવા મળે છે. જો કે લોકો આ તમામ બાબતોથી ખુશ નથી અને કહી રહ્યા છે કે સમગ્ર પ્લાન યોજનાથી ભટકી ગયો છે અને તેમાં વાપરવામાં આવેલી સામગ્રીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નકલી હોય તેવું લાગી રહ્યું છે. કેટલીક જગ્યાએ પત્થરોનો ઉપયોગ કરાયો છે જે અસલી અંગ્રેજી ચર્ચમાં ઉપયોગમાં લેવાતા નથી.

English summary
Now fake Eiffel Tower and fake White House in China
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X