For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકા, બ્રિટેન બાદ હવે રશિયાને મળી ISISની ધમકી

|
Google Oneindia Gujarati News

putin
અમેરિકન પત્રકાર સ્ટીવન સોટલોફના સર કલમના વીડિયોમાં અમેરિકાને બીજી વાર ચેતવણી આપ્યા બાદ આઇએસઆઇએસે રશિયા તરફ પણ નિશાનો સાધ્યો છે. આઇએસ આતંકીઓએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ચેતાવણી આપી છે કે તેઓ સીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ અસદનું સમર્થન કરવાનું બંધ કરી દે.

આઇએસઆઇએસ દ્વારા જારી કરવામાં આવેલ સંદેશમાં તેમણે જણાવ્યું કે 'આ મેસેજ આપના માટે છે પુતિન. અલ્લાહની પરવાનગીથી અમે ચેચન્યા અને કાકેકશને છોડી દઇશું. આઇએસઆઇએસની ઓળખ કોઇ મિટાવી શકે તેમ નથી. અને અલ્લાહની મદદથી તેનો પ્રસાર થતું રહેશે. આપની ખુરશી ખતરમાં છે અને ટૂંક સમયમાં આપની ખુરશી છીનવાઇ જશે. અલ્લાહની મરજીની સાથે અમે આગળ વધી રહ્યા છીએ.' આ વીડિયોમાં આતંકવાદી સીરિયામાં એક રશિયન નિર્મિત બનેલ લડાકૂ વિમાનના કોકપિટમાં બેઠેલ દેખાઇ રહ્યો છે.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p><a href="https://twitter.com/hashtag/ISIS?src=hash">#ISIS</a> now threatens Russia over its ties to Syria's Assad and promises to 'liberate Chechnya and all the Caucasus' <a href="http://t.co/TmcIjtj2mo">http://t.co/TmcIjtj2mo</a></p>— Texas Bill (@PMgeezer) <a href="https://twitter.com/PMgeezer/status/507391588444930049">September 4, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

આતંકવાદીઓએ આ ચેતાવણી ભરેલ સંદેશ વ્લાદિમીર પુતિનને બસર અલ અસદની સાથે વ્યક્તિગત સંબંધ હોવાના કારણે આપ્યો છે. જેમાં તેઓ રશિયા દ્વારા મોકલવામાં આવેલ લડાકૂ વિમાનમાં બેસેલ દેખાઇ રહ્યા છે. પુતિન પણ આતંકવાદીઓના નિશાના પર આવી ગયા છે. પુતિને ઘણીવાર આતંકવાદીઓ દ્વારા દક્ષિણી રશિયાના ઘણા વિસ્તારો અને ચેચન્યામાં ઘુસણખોરી કરવાના ઇરાદાથી પાણી ફેરવ્યું છે.

આપને બતાવી દઇએ કે, સોટલૉફના સર કલમ કરવાના વીડિયોમાં આઇએસઆઇએસે બ્રિટેનના વડાપ્રધાન ડેવિડ કેમરનને પણ ચેતાવણી આપી હતી. જેમાં તેમણે એક બ્રિટિશ નાગરિકનું સર કલમ કરવાની ધમકી આપી છે.

English summary
Vladimir Putin was today directly and personally threatened by the Islamic State because of his close ties to Bashar Hafez al-Assad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X