એનઆરઆઇઓનું કેજરીવાલની પાર્ટીને મળ્યું સમર્થન

આપ અમેરિકાન 18 મેના રોજ આયોજીત પહેલા સંમેલનમાં અરવિંદ કેજરીવાલના ભારતીય-અમેરિકી સમર્થકોએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તાઓના નેતૃત્વમાંચાલી રહેલા રાજકીય આંદોલનમાં પ્રવાસી ભારતીયોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. આપ અમેરિકાના સભ્ય મુનિશ રાયજાદા દ્વારા સંમેલનમાં રાખવામાં આવેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે અમે પ્રવાસી ભારતીય અને ભારતીય મૂળના લોકો આ રાજકીય આંદોલનને લઇને ખૂબ જ ઉત્સુક છીએ અને ભારતની રાજકીય સંસ્કૃતિને બદલવા માંગીએ છીએ આમ આદમી પાર્ટીનું સમર્થન કરીએ છીએ.
પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે એક સમુદાય તરીકે સરકાર અમારી પોતાની અપેક્ષાઓ છે. માટે તે જરૂરી છે કે રાજકીય વર્ગ ઇતિહાસમાં નોંધાયેલ દેશના યશ, સમૃદ્ધિ અને સમૃદ્ધિને ફરીથી પ્રાપ્ત કરવા જરિયાતને ધ્યાનમાં રાખતાં દેશ સાથે ન્યાય કરે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પોતાના સમર્થકોને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે ભારતના વિકાસમાં આપની ભૂમિકાની ચર્ચા કરી અને જણાવ્યું કે આ કામમાં એનઆરઆઇ શું ભૂમિકા ભજવી શકે છે.












Click it and Unblock the Notifications
