ઇઝરાયલમાં 'અશક્ત' થયા વિશ્વના સૌથી શક્તિશાળી પ્રમુખ

barack-obama
તેલ અવીવ, 21 માર્ચઃ ઇઝરાયલના પ્રવાસ પર ગયેલા વિશ્વના સૌથી શક્તિશાળી પ્રમુખ બરાક આબોમાને બુધવારે એ વખતે અજીબો-ગરીબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો, જ્યારે તેમની લિમોઝીન 'બીસ્ટ' ખરાબ થઇ જતા થોડા સમય માટે શક્તિશાળી પ્રમુખ 'અશક્ત' થઇ ગયા હતા. જો કે, તેમની સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલા સીક્રેટ સર્વિસના એક અધિકારીએ જણાવ્યું કે, તેનાથી તેમની જેરુશલેમમાં ફરવામાં કોઇ મુશ્કેલીઓ નડી નથી.

ચુસ્ત સુરક્ષામાં રહેતી કાળા રંગની આ લિમોઝીનમાં ઓબામા ઇઝરાયલ પહોંચે તે પહેલા જ ટેક્નિકલ ખામી આવી ગઇ હતી. વિભિન્ન સમાચારો અનુસાર કારમાં પેટ્રોલના સ્થાને ડિઝલ ભરી દેવામાં આવ્યું હતુ, પરંતુ સીક્રેટ સર્વિસના અધિકારીઓએ આ વાતની પૃષ્ટિ કરી નથી.

સીક્રેટ સર્વિસના પ્રવક્તા બ્રાયન લીએરીએ વોશિંગ્ટનમાં કહ્યું કે રાષ્ટ્રપતિની એક કારમાં ટેક્નિકલ ખામી આવી ગઇ હતી. તેથી અમે તેમના દરેક પ્રવાસ દરમિયાન એક મેકેનિક અને વિવિધ ગાડીઓ લઇને જઇએ છીએ.

બ્રાયને કહ્યું કે આ પ્રકારની પરિસ્થિતિઓના નિરાકરણ માટે અમારી એડવાન્સ્ડ ટીમ વ્યાપક રીતે કામ કરતી રહે છે, જેથી રાષ્ટ્રપતિના કાર્યક્રમોમાં કોઇપણ પ્રકારની અસર પડે નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X