પુત્રીઓ માટે નાની નોકરી શોધી રહ્યાં છે બરાક ઓબામા

અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાની બંને પુત્રીઓ શાસા અને માલિયાને ન્યૂનતમ વેતન પર કામ કરવાની સલાહ આપી છે. પોતાની શિશેષાધિકાર પ્રાપ્ત પુત્રીઓ માટે મિશેલ ઓબામા દરેક સુખ સુવિધાથી દૂર ઓછા પગારવાળા મહેનતકશ કામની શોધ કરી રહ્યાં છે. જેથી તેમની ક્ષમતાને વધુ નિખારવામાં મદદગાર સાબિત થઇ શકે.
એક ઇન્ટરવ્યું દરમિયાન મિશેલ ઓબામાએ આ વિષય પર વાત કરતાં કહ્યું કે દર બાળક માટે આકરી મહેનતનો સ્વાદ ચાખવો જરૂરી હોય છે. જેથી તે આરામદાયક જીંદગીથી બહાર આવીને અસલી દનિયાથી રૂબરૂ થવાનું સાહસ રાખી શકે.
બીજી તરફ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે, તે ઇચ્છે છે કે તેમની પુત્રીઓ બહાર જઇને કામ કરે. અને સામાન્ય લોકોની માફક પૈસાનું મહત્વ સમજે. તેમણે કહ્યું કે તે યોગ્ય તક શોધી રહ્યાં છે, જ્યારે તેમની પુત્રીઓ બહાર જઇને કામ કરે અને પોતાના હાથો વડે પોતાનો પગાર લઇને તેનું મહત્વ સમજે. મોંઢામાં ચાંદીની ચમચી લઇને પેદા થયેલી અને લાઇમ લાઇટમાં રહેનાર લોકો માટે આ એક સારી શિખામણ છે.












Click it and Unblock the Notifications
