સેનામાં યૌન શોષણ સાખી નહીં લેવાયઃ ઓબામા

વ્હાઇટ હાઉસમાં એક સમ્મેલન દરમિયાન અમેરિકન સેનામાં વધી રહેલા યૌન શોષણ પર જારી કરવામાં આવેલા રિપોર્ટ બોલતા ઓબામાએ કહ્યું કે, યૌન શોષણ એક અત્યાચાર છે. તેવામાં જો અમેરિકન સેનાનો કોઇપણ સૈનિક આમ કરે છે તો તે પોતાની એ વરદીનું અપમાન કરે છે જેને તે પહેરી રહ્યો છે. તેમણે કહ્યું કે સેનામાં યૌન શોષણ દેશભક્તિને પ્રભાવિત કરે છે.
રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર તેને ખતમ કરવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરશે. ઓબામાએ કહ્યું કે એક એવી પ્રણાલી બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે કે, જેમાં ઉપરથી નીચે સુધી જવાબદેહી અને પારદર્શિતા સુનિશ્ચિત કરી શકાય તેથી યૌન શોષણના જડને સમાપ્ત કરી શકાય.












Click it and Unblock the Notifications
