For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG! એટલી હશે છૂટાછેડાની રકમ કે ફોર્બ્સની લિસ્ટમાં આવશે નામ

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 13 નવેમ્બર: દુનિયામાં અંબાણીથી લઇને બિલ ગેટ્સ સુધીના દિવસ રાત મહેનત કરતા હશે ત્યારે જઇને તેમનું નામ ફોર્બ્સમાં સામેલ શ્રીમંત લોકોની સૂચિમાં આવતું હશે, પરંતુ શું ક્યારેય આપે સાંભળ્યું છે કે કોઇને છૂટાછેડાની રકમ જ એટલી વધારે મળી જાય કે તે કંઇ કર્યા વગર જ ફોર્બ્સની યાદીમાં આવી જાય.

અમેરિકામાં એક ડિવોર્સ એવું થયું કે વળતરની રકમ મળ્યા બાદ એક મહિલા ફોર્બ્સ તરફથી અમેરિકાની 100 સૌથી ધનાઢ્ય મહિલાઓની લિસ્ટમાં આવી જશે.

એક બિલિયન ડોલરનું ભરણ પોષણ
અમેરિકાના ઓઇલ બિઝનેસમાં એક ટાયકૂન તરીકેની ફરજ બજાવતા હેરાલ્ડ હૈમને અમેરિકાની અદાલત તરફથી તેમની પૂર્વ પત્ની સૂ એન હૈમ સાથે છૂટાછેડા બાદ એક બિલિયન ડોલર એટલે કે એક અરબ ડોલરની રકમ આપવાનો આદેશ આપ્યો છે.

માનવામાં આવી રહ્યું છે કે અમેરિકન ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટું ડિવોર્સ છે. હૈમને પોતાની પત્નીને આદેશ બાદ 6154 કરોડ રૂપિયાનું ભરણપોષણ ભથ્થા તરીકે આપવા પડશે.

આટલી રકમની સાથે જ હૈમની પૂર્વ પત્ની અમેરિકાની સૌથી અમીર મહિલાઓની લિસ્ટમાં આવી જશે. હૈમ અને સૂનના લગ્ન વર્ષ 1988માં થયા હતા. હૈમની પત્ની એક અર્થશાસ્ત્રી છે અને વ્યવસાયે વકીલ છે. સાથે જ તેઓ બે પુત્રીની માતા હતી.

divorce
છૂટાછેડાની ચૂકવણી
ઓક્લોહોમાના કાઉંટી જજ તરફથી ચૂકાદો આવ્યો છે. 10 અઠવાડીયા સુધી ચાલી આવતી સુનાવણી બાદ કોર્ટે 68 વર્ષીય હૈમને લગભગ 99.5 કરોડ ડોલરનું ભુગતાન કરવા જણાવ્યું છે. આ રકમમાં 32.27 કરોડ ડોલરની ચુકવણી આ વર્ષના અંત સુધી હૈમને કરવી પડશે.

ત્યાર બાદ બાકી બચેલા 66.28 કરોડ ડોલરની રકમ હૈમ સંબંધોમાં અદા કરશે. હૈમને તેના માટે દર મહિને સાત લાખ ડોલરની રકમ હપ્તા તરીકે આપવી પડશે.

વર્ષ 2012માં બંને તરફથી કોર્ટમાં છૂટાછેડાની અરજી આપવામાં આવી હતી. આ અરજીની સાથે જ સૂ એન હૈમને લગભગ અઢી કરોડ ડોલરની રકમ આપવામાં આવી ચૂકી છે.

ગરીબ પરિવારમાં જન્મેલા હેરાલ્ડ હૈમ
હૈમનો જન્મ ઓક્લાહોમાના એક ગરીબ પરિવારમાં થયો હતો. તેમણે વર્ષ 1967માં એક ઓઇલ કંપનીની શરૂ કરી હતી. ફોર્બ્સ મેગેજીન અનુસાર, હૈમ અમેરિકાના 24માં અને દુનિયાના 74માં સૌથી ધનીક વ્યક્તિ છે.

English summary
Oil executives will pay 1 billion dollar to his ex wife largest U.S. divorce judgements in history.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X