બોસ્ટન બ્લાસ્ટમાં સામેલ એક શંકાસ્પદ વ્યક્તિનું મોત

boston-marathon-blast
બોસ્ટન, 19 એપ્રિલ: અમેરિકી સંઘીય તપાસ એજન્સી (એફબીઆઇ) દ્રારા બોસ્ટનમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ સાથે સંકળાયેલ બે શંકાસ્પદોના ફોટા અને વીડિયો જાહેર કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. એક અમેરિકન અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે શંકાસ્પદની ધરપકડ દરમિયાન પોલીસ અને તેના વચ્ચે ગોળીબારી થઇ હતી. જેમાં તેનું મોત નિપજ્યું હોવાના અહેવાલ અમેરિકન મિડીયા દ્રારા જાણવા મળ્યા છે.

બોસ્ટન ગ્લોબના સમાચારમાં ધમાકાની તપાસ કરી રહેલા અધિકારીઓના હવાલેથી કહ્યું હતું કે ગોળીબાર બાદ પોલીસે તે શંકાસ્પદની ધરપકડ કરી લીધી છે, જ્યારે બીજો વોટરટાઉનમાં ક્યાંક છુપાયેલો છે. તેમને જણાવ્યું છે કે અધિકારીઓએ તેમની ધરપકડ માટે 20 બ્લોકનો એક ઘેરાવો બનાવ્યો હતો.

આ પહેલાં એફબીઆઇએ આ શંકાસ્પદની ઓળખ માટે લોકો પાસે મદદ માંગતાં બંનેના ફોટા જાહેર કર્યા હતા. આ બંને વ્યક્તિઓને ધમાકાના થોડા સમય પહેલાં મેરેથોન દોડની ફિનિશ રેખા નજીક પીઠ પર એક બેગ લટકાયેલ જોવા મળ્યા હતા. આ ધમાકામાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા અને 170થી વધુ લોકો ઘાયલ થયા હતા.

મેરેથોન દોડવાળા માર્ગ પર લાગેલા કેમેરામાં લેવામાં આવેલ આ વીડિયોમાં રસ્તા પરથી ફિનિશ રેખા તરફ જતા જોવા મળ્યા હતા. માથા પર ટોપી અને પીઠ પર બેગ લગાવેલ આ બંને લોકોને શંકાસ્પદ 1 અને શંકાસ્પદ 2 નામ આપવામાં આવ્યું છે.

એફબીઆઇએ જો કે આ બંનેની જાતિ કે નાગરિકતાનો ખુલાસો કર્યો નથી. તપાસ એજન્સીએ કહ્યું છે કે બંને શંકાસ્પદોમાંથી એક જણે બીજા ધમાકાવાળા સ્થળ પાસે એક રેસ્ટોરન્ટ સામે પોતાની બેગ રાખી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X