ભારતના વધુ એક દુશ્મનની ગાઝામાં ગોળી મારીને હત્યા, જાણો કોણ ભારતના દુશ્મનોનો ખાતમો કરી રહ્યું છે?
છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાભરમાં ભારતના દુશ્મનોની ગોળી મારીને હત્યાઓ થઈ રહી છે. હવે ગાઝા પટ્ટીમાં ભારતના વધુ એક દુશ્મનને સુવડાવી દેવાયો છે.
ગાઝા પટ્ટીમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હાશિમ અલી અકરમની અજાણ્યા વ્યક્તિએ ગોળી મારીને હત્યા કરી છે. પાકિસ્તાનની આતંકવાદી અને લક્સર-એ-તૈયબાના કમાન્ડર હાશિમ અલી અકરમને ગાઝામાં ઠાર કરાયો છે.

ગાઝામાં ઈઝરાયેલના હવાઈ હુમલાઓથી પોતાને બચાવવાનો પ્રયાસ કરતી વખતે અજાણ્યા માણસોએ હાશિમ અલી અકરમની ગોળી મારીને હત્યા કરી દીધી. લશ્કર-એ-તૈયબાના સહ-સંસ્થાપક હાફિઝ સઈદના નજીકના ગણાતા હાશિમ અલી અકરમનું મોત મોટો ફટકો મનાય છે.
ગાઝા પટ્ટીમાં હાશિમ અલી અકરમની ગોળી મારીને હત્યા કોણે કરી છે તે હજુ સુધી જાણી શકાયું નથી. બીજી તપઉ લશ્કર અને જૈશ સંપાકિસ્તાનમાં હમાસ સંગઠનના સમર્થનમાં જાહેર સભા કરી રહ્યા છે.
પેલેસ્ટાઈનના હમાસ સંગઠને 7મીએ અચાનક ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો કર્યો ત્યારબાદ ઇઝરાયેલે હમાસ સામે બદલો લેવાની જાહેરાત કરી અને ત્યારથી ઇઝરાયેલ ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરી રહ્યું છે.
જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક મહિનામાં ભારતના દુશ્મનોને એક પછી એક ઠાર મારવામાં આવી રહ્યા છે. આ મહિને જ મલિક દાઉદ નામના વોન્ટેડ આતંકીને પાકિસ્તાનના ઉત્તર વજીરિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ઠાર કર્યો હતો. આ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરનો રાઈટ હેન્ડ ગણાતો હતો.
પાકિસ્તાની અખબાર ડોન અનુસાર, શુક્રવારે સવારે પાકિસ્તાનના આદિવાસી જિલ્લા ઉત્તર વઝીરિસ્તાનના મિરાલી વિસ્તારમાં માસ્ક પહેરેલા અજાણ્યા લોકોએ મલિક દાઉદની ગોળી મારીને હત્યા કરી દીધી.
પોલીસે કહ્યું છે કે, મલિક દાઉદને નિશાન બનાવીને ગોળી ચલાવવામાં આવી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ડોનના અહેવાલ અનુસાર, વર્ષ 2023માં અત્યાર સુધીમાં 41 ટાર્ગેટ હુમલાઓ કરવામાં આવ્યા છે અને ઓછામાં ઓછા 50 લોકો માર્યા ગયા છે. મલિક દાઉદ મુસાકી ગામનો રહેવાસી હતો અને ગોળી માર્યા બાદ તેને તરત જ ટીએચક્યુ હોસ્પિટલ મીર અલી લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.












Click it and Unblock the Notifications
