For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અબોર્શન કેસ : માત્ર આયર્લેન્ડ સરકાર સવિતાને ન્યાય આપી શકે

|
Google Oneindia Gujarati News

abortion case
નવી દિલ્હી, 16 નવેમ્બર : આયર્લેન્ડમાં અબોર્શન (ગર્ભપાત) નહીં થઇ શકવાને કારણે ભારતીય મહિલા સવિતા હલ્લાપ્પાનવારનું મોત નિપજ્યું હતું. આ મૃત્યુ માટે ધર્મ નહીં પણ ડૉક્ટર્સ દોષિત હોવાનું સ્થાનિક ચળવળકારીઓ જણાવી રહ્યા છે. ડૉક્ટર્સે સવિતાનો ધર્મ જોઇને તેનું એબોર્શન કરવાની ના કહેતા થયેલા મૃત્યુના કિસ્સાએ આયર્લેન્ડ ઉપરાંત ભારતમાં ભારે વિરોધ જન્માવ્યો છે. આ મુદ્દે ભારત સરકાર આયર્લેન્ડ સરકાર સાથે વાતચીત અને ધર્મના નામે આવો અન્યાય રોકવા પર રજૂઆત કરશે.

આ મુદ્દે આયર્લેન્ડના સામાજિક કાર્યકરો આગળ આવ્યા છે અને લોકોને સમજાવી રહ્યા છે કે આ મૃત્યુ માટે ધર્મ નહીં, પણ ડૉક્ટર્સ જવાબદાર છે. મહત્વની બાબત એ છે કે આ મુદ્દે ભારતે આયર્લેન્ડ સરકાર પર જ નિર્ભર રહેવું પડે એમ છે. કારણ કે આંતરરાષ્ટ્રીય કાયદાને પગલે ભારત સ્વતંત્ર તપાસ કરાવી શકે એમ નથી.

હવે એવી પણ હકીકતો બહાર આવી રહી છે કે ડૉક્ટર્સે સવિતાના કુટુંબીજનોને એમ કહીને એબોર્શન કરવાની ના કહી હતી કે તે કેથલિક છે અને તેમના ધર્મમાં એબોર્શન કરાવવું એ ગુનો છે. આ ઉપરાંત તેમનો કાયદો પણ આ માટે મંજૂરી આપતો નથી.

આ મુદ્દે લોકોએ કેથોલિક ઇસાઇઓ સામે પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું છે. વ્યાવસાયે ડેન્ટિસ્ટ સવિતાના મૃત્યુ બાદ આયર્લેન્ડમાં એબોર્શનના કાયદાને બદલવાની માંગ પણ વધારે ઉગ્ર બની રહી છે. લોકોએ ગુરુવારે આ માંગ સાથે સંસદભવનની બહાર પ્રદર્શનો કર્યા હતા.

બીજી તરફ ભારતના વિદેશ મંત્રાલયે પણ પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. જે અંતર્ગત ડબલિનમાં ભારતીય રાજદૂત શુક્રવારે આયર્લેન્ડના અધિકારીઓ સાથે આ મુદ્દે વાતચીત કરશે. ભારત આ કેસમાં સ્વતંત્ર તપાસ કરાવી શકે એમ નથી. આ કેસની તપાસ આયર્લેન્ડના અધિકારીઓ જ કરશે. શક્ય છે કે ભારતની ખાસ રજૂઆત બાદ આયર્લેન્ડની તપાસ ટીમમાં એક કે બે ભારતીય સભ્યોને સામેલ કરવામાં આવે.

English summary
The activists in Ireland has said that people should blame doctors not the religion for the death of Indian woman in Ireland.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X