અમેરિકા: 9/11 પછી સૌથી મોટો આંતકી હુમલો, ISIS લીધી જવાબદારી
અમેરિકાના ફ્લોરિડાની નાઇટ ક્લબમાં શનિવાર રાતે થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધી 50 લોકોની મૃત્યુ થઇ હોવાની ખબર આવી છે. પોલિસે હુમલો કરનાર ઉમર મતીનને મારી નાખ્યો છે. જો કે ન્યૂઝ એજન્સી રાઇટર્સના કહેવા મુજબ આ આંતકી હુમલાની જવાબદારી આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે લીધી છે.

નોંધનીય છે કે ફ્લોરિડા રાજ્યમાં આવેલ આ નાઇટ ક્લબમાં ગોળીબારી કરનાર યુવકની ઓળખ 29 વર્ષીય ઉમર માટીન તરીકે કરવામાં આવી છે. તે ફ્લોરિડાના ફોર્ટ પાઅર્સમાં રહેવાસી છે. કેટલીક સ્થાનિક એજન્સીઓ મુજબ આ હુમલો 9/11 પછી સૌથી મોટો આતંકી હુમલો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ દુર્ધટનાની નિંદા કરી છે અને પોતાના જાહેર નિવેદનમાં કહ્યું છે કે તે ઓરલેન્ડોના લોકોની સાથે છે. અને હુમલા કરનારને સજા જરૂરથી મળશે.
Orlando shooter named as Omar Mateen, US citizen of Afghan descent (Source: AFP)
— ANI (@ANI_news) June 12, 2016












Click it and Unblock the Notifications
