For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''અમેરિકાએ લાદેનને કબર પણ નસીબ ના થવા દીધી''

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 8 ઓક્ટોબર: અલકાયદાના સૌથી મોટા આતંકી ઓસાબા બિન લાદેનને ઠાર મરાયા બાદ તેની લાશને સમુદ્રમાં ફેંકી દેવામાં આવી હતી. પરંતુ ઓસામાના મૃતદેહને ડૂબાડવામાં પણ ખૂબ જ સાવધાની રાખવામાં આવી હતી. ઓસામાને દફનાવવાની સંપૂર્ણ કહાણીનો ખુલાસો સીઆઇએના પૂર્વ નિર્દેશક અને પૂર્વ રક્ષા મંત્રી લિયોન પેનેટાએ કર્યો છે.

ઓસામા બિન લાદેનનું એટબાબાદમાં અમેરિકન વિશેષ દળો દ્વારા ઠાર મરાયા બાદ તેના મૃતદેહને જે કાળી બેગમાં રાખીને ડૂબાડવામાં આવી તેની પાછળ 300 પાઉંડ વજનની લોખંડની સાંકળો પણ એ સુનિશ્ચિત કરવા માટે રાખવામાં આવી કે તે ડૂબી જાય. દુનિયાના સૌથી વાંછિત આતંકી ઓસામાને ગોળી માર્યા બાદ આયોજનબદ્ધ રીતે તેના શબને સમુદ્રમાં દફનાવવા માટે વિમાનવાહક પોત યૂએસએસ કાર્લ વિંસલ સુધી લઇ જવામાં આવ્યું.

osama
પેનેટાએ આજે પુસ્તકોની દુકાનમાં પહોંચેલી પોતાના નવા પુસ્ત, 'વર્દી ફાઇટ્સ : એ મેમોઇર ઓફ લીડરશિપ ઇન વૉર એંડ પીસ'માં લખ્યું છે કે 'બિન લાદેનના શબને મુસ્લિમ રિવાઝ અનુસાર દફનાવાની તૈયારી કરવામાં આવી. શબને સફેદ ચાદરથી ઢાંકવામાં આવ્યું, અરબીમાં અંતિમ પ્રાર્થના થઇ અને પછી કાળા રંગના ભારે બોક્સમાં રાખવામાં આવ્યું.'

તેમણે આગળ લખ્યું છે કે 'આની સાથે જ ત્રણ સૌ પાઉંડની લોખંડની સાંકળોને તેની અંદર નાખવામાં આવ્યું જેનાથી એ નક્કી થઇ શકે છે શબ ડૂબી ગયું છે.' કોઇ પણ સ્થળનો ઉલ્લેખ કર્યા વગર પેનેટાએ લખ્યું છે કે 'બૈગમાં રાખવામાં આવેલ શબને જહાજ પર એક સફેદ ટેબલ પર રાખવામાં આવ્યું, ત્યારબાદ શબને સમુદ્રમાં ડૂબાડી દેવામાં આવ્યું. તે ખૂબ જ ભારે હતું, ટેબલ પણ સમુદ્રમાં પડી ગયું જેવું શબ ડૂબી ગયું તેવું ટેબલ ઉપર આવી ગયું.'

English summary
Osama's body was dropped into sea with 300 pounds of iron chains.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X