Oscar 2018 : રેડ કાર્પેટની રાણી કંઇ Celebrities બની, તસવીરોમાં જુઓ
ઓસ્કાર 2018નો રેડ કાર્પેટ હોલીવૂડ માટે એક મેગા ફેશન શો સમાન છે. ત્યારે આ વખતની ઓસ્કાર રેડ કાર્પેટ ક્વીન કંઇ સેલેબ્રિટી બની જાણો આ તસીવરોમાં
ઓસ્કાર 2018 એ હોલીવૂડ માટે કોઇ ફેશન ઇવેન્ટથી ઓછું નથી. હોલીવૂડની રેડ કાર્પેટ પર કંઇ હિરોઇને શું પહેર્યું તે હંમેશાથી ચર્ચાનો વિષય રહ્યો છે. અને બેસ્ટ ડ્રેસ અને વસ્ટ ડ્રેસની ચર્ચા પણ અઠવાડિયા સુધી ચાલે છે. વળી બીજી તરફ હોલીવૂડની જાણીતી અભિનેત્રી આ તકને અવસરમાં બદલવાનો ભરપૂર પ્રયાસ કરે છે. અને નવા ટ્રેન્ડ પણ સેટ કરી છે. ત્યારે આ વખતના ઓસ્કાર 2018માં કંઇ હિરોઇને કેવા ડ્રેસમાં આવી રેડ કાર્પેટની શાન બની ગઇ તે વિષે જાણો આ તસવીરોમાં...

જેનિફર લોરેન્સ
હોલીવૂડની હાલની નંબર વન અભિનેત્રી ગણાતી જેનિફરે રેડ કાર્પેટ માટે સીક્વિન ડાયોરની ડ્રેસ પહેરી હતી ગોલ્ડન કોપર ચમકીલા ગાઉનમાં જેનિફર સુંદર લાગતી હતી. વળી તેણે સ્મોકી આઇઝ અને રેડ લિપ્સિક સાથે મિનિમમ ઝ્વેલરી પહેરી હતી. તેમ છતાં તે ખૂબ જ એલીગન્ટ લાગતી હતી.

નિકોલસ કિડમેન
50 વર્ષની નિકોલસને જોઇને કોઇ કહીના શકે કે તેની આટલી ઉંમર છે. બ્લુ સાઇની ગાઉનમાં આવેલી નિકોલસ ખૂબ જ સુંદર લાગતી હતી. રેડ કાર્પેટ પર તેણે Armani prive નો બનાવેલો ગાઉન પહેર્યો હતો. તેમાં આગળના ભાગમાં મોટી બો હતી.

જેનિફર ગાર્નર
જો કે આ વખતે ઓસ્કારમાં બ્લુ રંગનો ક્રેઝ જોવા મળ્યો હતો. રેડ કાર્પેટ પર બોલ્ડ બ્લુ રંગના ગાઉનમાં જાણીતી અભિનેત્રી જેનિફર ગાર્નર પણ જોવા મળી હતી. જેણે Atelier varsaceનો ડિઝાઇન કરેલો ગાઉન પહોર્યો હતો.

એમા સ્ટોન
હોલીવૂડની સુંદર અને નજાકતથી ભરપૂર હોય તેવી અભિનેત્રીઓમાંથી એક મનાતી એમા સ્ટોન ઓસ્કારની રેડ કાર્પેટ પર પેન્ટ અને બ્લેઝરમાં જોવા મળી હતી. જે રેડ કાર્પેટના હિસાબે ખૂબ જ કેઝ્યુઅલ ડ્રેસિંગ હતું. જો કે દર વર્ષે ઓસ્કારની આ ઇવેન્ટમાં કોઇને કોઇ અભિનેત્રી અલગ અલગ સ્ટાઇલના બ્લેઝર પહેરીને સ્ટાઇલ સ્ટેટમેન્ટ ઊભું કરતી જ હોય છે. વળી એમાના કોટ પર પીંક રીબન પણ લગાવી હતી.

હેલી બેનેટ
બોલીવૂડની જાણીતી અભિનેત્રી હેલી બેનેટનું નામ કદાચ આ વખતે વસ્ટ ડ્રેસમાં આવી શકે તેમ છે. જેનું કારણ તેનો ધાલ જેવા છૂંછાવાળો આ ડ્રેસ છે. જો કે તેમ છતાં હેલી સુંદર દેખાતી હતી.












Click it and Unblock the Notifications
