Oscars 2023: ઑસ્કરમાં ભારતનો ડંકો, નાટુ નાટુએ જીત્યો બેસ્ટ ઓરિજિનલ સૉંગનો ખિતાબ
RRRના નાટુ નાટુએ શ્રેષ્ઠ મૂળ ગીત માટે ઑસ્કર જીત્યો. આ કેટેગરીમાં, RRRના નાટુ નાટુ અપ્લૉઝ, હોલ્ડ માય હેન્ડ, લિફ્ટ મી અપ અને ધીસ ઈઝ એ લાઈફ વચ્ચે સ્પર્ધા થઈ હતી.

Oscars 2023: એસએસ રાજામૌલિની ફિલ્મ આરઆરઆરના નાટુ નાટુ ગીતે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે. ઑસ્કરમાં બેસ્ટ ઓરિજિનલ સોંગનો અવૉર્ડ નાટુ નાટુએ જીતી લીધો છે. મ્યૂઝિક કમ્પોઝર એમ એમ કિરવાનીએ પોતાની રોચક સ્પીચથી બધાને ખુશ કરી દીધા. આ ગીતનુ નામ સાંભળતા જ આખુ ડૉલ્બી થિયેટર ખુશીથી ઝૂમી ઉઠ્યુ. RRRના નાટુ નાટુએ શ્રેષ્ઠ મૂળ ગીત માટે ઑસ્કર જીત્યો. આ કેટેગરીમાં, RRRના નાટુ નાટુની અપ્લૉઝ, હોલ્ડ માય હેન્ડ, લિફ્ટ મી અપ અને ધીસ ઈઝ એ લાઈફ વચ્ચે સ્પર્ધા થઈ હતી. આરઆરઆરના નાટુ નાટુને આ એવોર્ડ મળ્યો હતો.
'Naatu Naatu' from 'RRR' wins the Oscar for Best Original Song! #Oscars #Oscars95 pic.twitter.com/tLDCh6zwmn
— The Academy (@TheAcademy) March 13, 2023
નોમિનેશન પછીથી જ બધા આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. નાટુ નાટુ સોશિયલ મીડિયા પર પણ ટૉપ ટ્રેન્ડમાં છે. નાટુ નાટુને અવૉર્ડ મળતા જ આખો દેશ ગર્વથી તાળીઓ પાડી રહ્યો છે. ભારતીય ફિલ્મ RRRના ગીત નાટુ-નાટુને ઑસ્કર અવૉર્ડ મળ્યો છે. આ સાથે આ ફિલ્મે ઈતિહાસ રચ્યો છે. આ ખુશીના અવસર પર સમગ્ર વિશ્વમાંથી લોકો અભિનંદન આપી રહ્યા છે. સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે.
#Oscars would have still been a dream for India but for One Man’s vision, courage & conviction @ssrajamouli ! 🫡🫡👏👏
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 13, 2023
A Billion 🇮🇳 Hearts filled with Pride & Gratitude ! Kudos to every member of the Brilliant Team of @RRRMovie@DVVmovies
#Oscars95
તમને જણાવી દઈએ કે 'નાટુ નાટુ' ગીત રાહુલ સિપલીગંજ અને કાલ ભૈરવે સાથે મળીને ગાયુ છે. આ ગીતનુ લિરિકલ વર્ઝન 10 નવેમ્બર 2021ના રોજ રિલીઝ થયુ હતુ. વીડિયો સોંગ 11 એપ્રિલ, 2022ના રોજ રીલિઝ કરવામાં આવ્યુ હતુ. આ જ ગીતનુ તમિલ વર્ઝન 'નાટુ કોથુ', કન્નડમાં 'હલ્લી નાટુ', મલયાલમમાં 'કરિન્થોલ' અને હિન્દી વર્ઝનમાં 'નાચો નાચો' તરીકે રિલીઝ થયુ હતુ. ગીતના વીડિયોમાં ફિલ્મના મુખ્ય કલાકાર રામચરણ અને જુનિયર એનટીઆરે ડાંસ કર્યો છે. ગીતની કોરિયોગ્રાફી પ્રેમ રક્ષિતે કરી છે.
The team supporting #RRR goes wild as "Naatu Naatu" wins best song at the #Oscars pic.twitter.com/mgiNfkj8db
— The Hollywood Reporter (@THR) March 13, 2023
નાટુ નાટુ ગીતનુ શૂટિંગ મેરિન્સકી પેલેસ (યુક્રેનના રાષ્ટ્રપતિ મહેલ) ખાતે કરવામાં આવ્યુ હતુ. આ ગીત ઓગસ્ટ, 2021માં શૂટ કરવામાં આવ્યુ હતુ. ગીતના હૂક સ્ટેપ એટલા વાયરલ થયા હતા કે લોકોએ સોશિયલ મીડિયા પર તેની સાથે ઘણા વીડિયો બનાવ્યા. નાટુ નાટુ ગીત રિલીઝ થયાના માત્ર 24 કલાકમાં તેનુ તેલુગુ વર્ઝન 17 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યુ હતુ. તે તેલુગુનુ સૌથી વધુ જોવાયેલ ગીત પણ બની ગયુ છે.












Click it and Unblock the Notifications
