Oscars 2023: ધ એલિફન્ટ વ્હિસપર્સને મળ્યો બેસ્ટ ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મનો ઑસ્કર અવૉર્ડ
ભારતની ધ એલિફન્ટ વ્હીસ્પરર્સને બેસ્ટ ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મનો ઑસ્કર અવૉર્ડ મળ્યો છે.

Oscars 2023 Academy Awards: 95માં એકેડેમી અવૉર્ડ્સ એટલે કે ઑસ્કર 2023ની શરૂઆત થઈ ગઈ છે. હાલમાં લૉસ એન્જલસના ડૉલ્બી થિયેટરમાં 95મો એકેડેમી એવોર્ડ સમારોહ ચાલી રહ્યો છે. ગયા વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ, કલાકાર, સંગીત, બેન્ડ એટલે કે સિનેમા જગત સાથે સંબંધિત તમામ શ્રેષ્ઠ પ્રતિભાઓને 95માં એકેડેમી એવોર્ડ સમારોહમાં સન્માનિત કરવામાં આવી રહી છે. આ વર્ષનો ઑસ્કાર ભારત માટે પણ ખાસ છે કારણ કે ભારતીય ફિલ્મોને ત્રણ કેટેગરીમાં નોમિનેશન મળ્યા છે.
ભારતના ધ એલિફન્ટ વ્હીસ્પરર્સને બેસ્ટ ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મનો ઑસ્કર અવૉર્ડ મળ્યો છે. તેની સાથે હોલઆઉટ, હાઉ ડુ યુ મેઝર અ યર?, ધ માર્થા મિશેલ ઈફેક્ટ અને સ્ટ્રેન્જર એટ ધ ગેટ આ કેટેગરીમાં સ્પર્ધા કરી રહ્યા હતા. એલિફન્ટ વ્હીસ્પરર્સે ઓસ્કાર જીત્યો. ધ એલિફન્ટ વ્હીસ્પર્સ માટે કાર્તિકી ગોન્સાલ્વિસ અને ગુનીત મોંગાને એવોર્ડ મળ્યો હતો. ફિલ્મની વાર્તા એક એવા પરિવારની આસપાસ ફરે છે જે તમિલનાડુના મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં બે અનાથ હાથીઓને દત્તક લે છે.
ફિલ્મની વાર્તાની વાત કરીએ તો તેમાં બોમન અને બેલીની વાર્તા બતાવવામાં આવી છે. તેઓ રઘુ નામના હાથીનો ઉછેર કરે છે અને તેની સાથે રહે છે. આ એક પ્રાણીસંવેદનશીલ ટૂંકી ફિલ્મ છે અને તે બતાવે છે કે પ્રાણીઓ પ્રત્યે માનવીએ કેટલુ સતર્ક અને સંવેદનશીલ હોવુ જરૂરી છે. આ ફિલ્મ પ્રાણીઓની જાગૃતિને પ્રોત્સાહન આપે છે અને હવે ઑસ્કાર જીતીને ઈતિહાસ રચ્યો છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.
નિર્માતા ગુનીત મોંગાએ ટૂંકી દસ્તાવેજી ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પર્સને ઑસ્કર અવોર્ડ જીતવા પર ખુશી વ્યક્ત કરી છે. આ ભારતનો પહેલો ઓસ્કાર છે જે આ કેટેગરીમાં આપવામાં આવ્યુ છે. ગુનીતે બધાનો આભાર માનીને મહિલાઓને સપના જોવાનો મેસેજ આપ્યો છે.
'The Elephant Whisperers' wins the Oscar for Best Documentary Short Film. Congratulations! #Oscars #Oscars95 pic.twitter.com/WeiVWd3yM6
— The Academy (@TheAcademy) March 13, 2023












Click it and Unblock the Notifications
