પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ પર ઉચ્ચ રાજદ્રોહ માટે થઈ શકે છે કાર્યવાહીઃ નાઈજર જુંટા
નાઇજરમાં ગયા મહિનાના અંતમાં સત્તા કબજે કરનાર જુંટાએ રવિવારે મોડી રાતે કહ્યું હતું કે પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ મોહમ્મદ બઝૌમ પર ઉચ્ચ રાજદ્રોહ માટે કાર્યવાહી થઈ શકે છે.
જુંટા પ્રવક્તા કર્નલ અમાદૌ અબ્દ્રમાને સરકારી ટીવી પર જણાવ્યું હતું કે તેણે "પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ પર ઉચ્ચ રાજદ્રોહ અને નાઇજરની આંતરિક અને બાહ્ય સુરક્ષાને નબળી પાડવા માટે કેસ ચલાવવા જરૂરી તત્વો ભેગા કર્યા છે."

63 વર્ષીય બઝૌમ અને તેમના પરિવારને તખ્તાપલટ પછીથી રાષ્ટ્રપતિના સત્તાવાર નિયામી નિવાસસ્થાનમાં રાખવામાં આવ્યા છે, તેમની અટકાયતમાંની પરિસ્થિતિઓને લઈને આંતરરાષ્ટ્રીય ચિંતા વધી રહી છે.
તેમની ટીમના એક સભ્યએ કહ્યું કે ડૉક્ટરે શનિવારે તેમના ચકાસ્યા છે. ત્યારબાદ લશ્કરે જણાવ્યું હતુ કે, "આ મુલાકાત પછી, ડૉક્ટરે પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ અને તેમના પરિવારના સભ્યોની સ્વાસ્થ્યની સ્થિતિ અંગે કોઈ સમસ્યા જણાવી નથી."
નાઇજર પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે લોકો માટે દવાઓ, ખોરાક અને વીજળીનો વપરાશ મુશ્કેલ બન્યો છે અને તે "ગેરકાયદેસર, અમાનવીય અને અપમાનજનક" છે.
પશ્ચિમ આફ્રિકન રાજ્યોના આર્થિક સમુદાય (ECOWAS) એ તખ્તાપલટના જવાબમાં નાઇજર પર પ્રતિબંધો લાદ્યા હતા અને 26 જુલાઈના રોજ લોકશાહી રીતે ચૂંટાયેલા બઝૌમને પછાડનારા સૈન્ય અધિકારીઓ સામે બળનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો નથી.
પશ્ચિમ આફ્રિકન જૂથે વહેલી તકે નાઇજરમાં "બંધારણીય વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે સ્ટેન્ડબાય ફોર્સ"ની તૈનાતીને મંજૂરી આપી દીધી છે પરંતુ કટોકટીનો રાજદ્વારી ઉકેલ શોધવા માટે પ્રતિબદ્ધ છે.












Click it and Unblock the Notifications
