For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

થેચરના અંતિમ સંસ્કારમાં હાજર રહેવા 2000ને આમંત્રણ

|
Google Oneindia Gujarati News

લંડન, 12 એપ્રિલ : બ્રિટનના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી અને આ પદ પર સૌથી વધારે સમય સુધી રહેનારા માર્ગરેટ તેચરનું સોમવારે 87 વર્ષની વયે અવસાન થઇ ગયું હતું. છેલ્લા એક દાયકાથી તેઓ ડિમેન્શિયાથી પીડિત હતા.

આ અંગે સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર વડાપ્રધાનના કાર્યાલયે સંસ્કૃતિ અને મીડિયા સહિત વિવિધ ક્ષેત્રના 2000થી વધારે લોકોને આમંત્રિત કર્યા છે. આ યાદીમાં બ્રિટનના પૂર્વ વડાપ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપતિ સહિત અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનનો સમાવેશ થાય છે.

આ આમંત્રિતો ઉપરાંત એડિનબર્ગના મહારાણી અને ડ્યુક ઓફ એડિનબર્ગ, તેમના પરિવાર, મિત્રો, સહકર્મીઓ અને તેમના કાર્યકાળ દરમિયાન તેમના સહયોગી રહેલા લોકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. થેચરના અંતિમ સંસ્કાર લંડનના સેન્ટ પોલ્સ કેથેડ્રલમાં 17 એપ્રિલના રોજ યોજવામાં આવશે.

તેમને સૌનિક સન્માનની સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. બીબીસીના જણાવ્યા અનુસાર આ દરમિયાન વેસ્ટમિન્સ્ટરના સેન્ટ પોલ સુધી 700 સૈન્ય અધિકારીઓ કતારબદ્ધ રહેશે. જેમાં ત્રણ બેન્ડનો સમાવેશ થશે. તંમના ડ્રમ કાળા કપડાથી ઢાંકેલા હશે. ટાવર ઓફ લંડનથી તેમને બંદૂકની સલામી આપવામાં આવશે. આયર્લેન્ડના પ્રદર્શનકારીઓ અને ડાબેરી સમૂહો આ અંતિમવિધિમાં અવરોધ ઉભો કરી શકે તેવી શંકાને પગલે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

English summary
Over 2,000 to get invite for Thatcher funeral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X