કલંદર દરગાહ પર આતંકી હુમલા બાદ 25 આતંકવાદીઓને ખાત્મો

Written By:
Subscribe to Oneindia News

પાકિસ્તાન સિંધ પ્રાંતના સેહવાનમાં સ્થિત લાલ શહબાજ કલંદરની દરગાહ પર થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાને પૂરા દેશમાં મોટી કાર્યવાહી કરતાં 25 આતંકવાદીઓ ને ઠાર માર્યા છે.

pakistan bomb blast

ગુરૂવારે થયેલા આ આતંકી હુમલામાં લાલ શહબાજ કલંદર દરગાહમાં 100થી વધુ લોકોનું મૃત્યુ થયું છે અને 150 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 20 બાળકો હતા. આ હુમલાની જવાબદારી આતંકી સમૂહ ઇસ્લામિક સ્ટેટ એ લીધી છે. નોંધનીય છે કે, ત્રણ દિવસની અંદર પાકિસ્તાનમાં થયેલો આ ત્રીજો આતંકી હુમલો છે. આતંકી હુમલાઓ અંગે પાકિસ્તાનની ગુપ્ત એજન્સિઓ પહેલાં જ ઇનપુટ જાહેર કરી ચૂકી છે.

pakistan bomb blast

પાકિસ્તાન સરકારના અધિકારીએ જણાવ્યું કે, આ આતંકી હુમલા બાદ ફેડરલ અને પ્રોવિંશિયલ કાયદો લાગુ કરવાવાળી એજન્સિઓ આખા દેશમાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી ચૂકી છે. સાથે જ દેશના અલગ-અલગ શહેરોમાંથી શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાની ન્યૂઝ વેબસાઇટ ડૉન અનુસાર આવનારા દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે.

અહીં વાંચો - ડોનાલ્ડ ટ્રંપનો ટ્રાવેલ બેન લાગુ કરવા માટેનો નવો દાવ

pakistan bomb blast

પૈરામિલિટ્રી રેંજર્સ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, માત્ર સિંધ પ્રાંતમાં જ કાર્યવાહી દરમિયાન 18 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. તો પોલીસ અધિકારીઓએ બીજા 11 આતંકવાદીઓ ખ્યાબર પકતુંખ્વાહમાં માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી છે. આ સિવાય ત્રણ આતંકવાદીઓને પેશાવરના રેગ્ગી ક્ષેત્રમાં સર્ચ અને સ્ટ્રાઇક ઓપરેશન દરમિયાન ઠાર કર્યા હતા. સુરક્ષા એજન્સિઓ અનુસાર ચાર આતંકવાદીઓ સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઠાર મર્યા હતા.

English summary
Over 25 terrorist killed in crackdown after attack on Lal Shahbaz Qalandar shrine.
Please Wait while comments are loading...