Pager Bomb : શું હોય છે પેજર બોમ્બ? જાણો કેવી રીતે મોસાદે હિઝબુલ્લાહ નેતાઓને મોતને ઘાટ ઉતાર્યા?
Pager Bomb : લેબનાનમાં એકસાથે હજારો વિસ્ફોટમાં 9 લોકોના મોત અને 2800થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટ પાછળ ઈઝરાયેલી જાસૂસી સંસ્થા મોસાદ હોવાનું કહેવાય છે.
લેબનોનમાં પેજર બોમ્બ વિસ્ફોટને લઈને મોટો ખુલાસો થયો છે. રોઇટર્સે લેબનીઝના એક વરિષ્ઠ સુરક્ષા સ્ત્રોતને ટાંકીને દાવો કર્યો છે કે ઇઝરાયેલી એજન્સી મોસાદે આ પેજર્સમાં વિસ્ફોટકો લગાવ્યા હતા.

અહેવાલો અનુસાર, મંગળવારે જે પેજરમાં વિસ્ફોટ થયા તે મહિનાઓ પહેલા ઓર્ડર કરવામાં આવ્યા હતા. આવા 5000 પેજર તાઈવાનમાં બનાવવામાં આવ્યા હતા અને તમામ પેજરમાં વિસ્ફોટકો હતા.
આ પેજરમાં ત્રણ ગ્રામ વિસ્ફોટક રાખવામાં આવ્યું હતું. આ ષડયંત્ર મહિનાઓથી ચાલતું હતું. જણાવી દઈએ કે લેબનોનના ટોચના સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર હિઝબુલ્લાહે તાઈવાન સ્થિત ગોલ્ડ એપોલોને 5 હજાર બીપરનો ઓર્ડર આપ્યો હતો. આ 3 ઇંચના પેજર બોમ્બ હતા.
જણાવી દઈએ કે, પેજર બોમ્બ એક ખાસ પ્રકારનો વિસ્ફોટક છે જે નાના કદમાં ખૂબ જ વિનાશક અસર કરી શકે છે. આ 3 ઇંચનો બોમ્બ કદમાં ઘણો નાનો છે પરંતુ તેની અસરમાં કોઈ કમી નથી. આ ટેક્નોલોજીમાં પ્રગતિનું ઉદાહરણ છે, જેમાં નાના બોમ્બને ખૂબ જ ચોકસાઈ અને વિનાશક ક્ષમતા સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
પેજર બોમ્બનો ઉપયોગ ઘણીવાર અસામાન્ય અને અણધારી રીતે થાય છે. તે એક સરળ ઉપકરણ છે પરંતુ જ્યારે તે સક્રિય થાય છે ત્યારે તેની અસરો અત્યંત જોખમી હોય છે.












Click it and Unblock the Notifications
