ભારતનું વલણ યુદ્ધ ભડકાવનાર છે : હિના રબ્બાની ખાર

તેમને કહ્યું હતું કે ભારત, પાકિસ્તાન અને દક્ષિણ એશિયાઇ વિસ્તાર બે દેશો વચ્ચેના કોઇપણ પ્રકારના સંઘર્ષનો બોજ ઉઠાવી શકતા નથી અને વાતચીતનો દરવાજો ખુલ્લો રાખવો પડશે. તેમને કહ્યું હતું કે તેમની સરકાર ઇચ્છે છે કે વાતચીતની પ્રક્રિયા નિવિધ્ન રહે.
વડાપ્રધાન મનમોહન સિંહ દ્રારા પાકિસ્તાનને કડક ચેતાવણી આપ્યા બાદ પાકિસ્તાની વિદેશ મંત્રીએ આ ટીપ્પણી કરી હતી. વડાપ્રધાન મનમોહને કહ્યું હતું કે નિયંત્રણ રેખા પર તણાવ વધ્યા બાદ પડોસીઓ વચ્ચે સંબંધ યથાવત રહી ન શકે.
હિના રબ્બાની ખારે કહ્યું હતું કે 'આજે અમે શું જોઇ રહ્યાં છીએ. અમે નિયંત્રણ રેખા પર ત્રણ ઘટનાઓ જોઇ. અમે યુદ્ધના ભણકારા સાંભળી રહ્યાં છીએ જે ગત 60 વર્ષોની યાદ અપાવે છે. સીમા પારથી યુદ્ધના સંદેશ આવી રહ્યાં છે અને મારું માનવું છે કે આ ભૂતકાળની વાત છે જેને આપણે પાછળ મૂકી દિધી છે.












Click it and Unblock the Notifications
