For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક અભિનેત્રી બાદ હવે ઈમરાનની મંત્રીએ યુનિસેફને લખ્યો પ્રિયંકાના વિરોધમાં પત્ર

પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી શિરીન માજરીએ યુનિસેફ હેડને પત્ર લખીને પ્રિયંકા ચોપડાને ગુડવિલ એમ્બેસડરના પદેથી હટાવવાની માંગ કરી છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી શિરીન માજરીએ યુનિસેફ હેડને પત્ર લખીને પ્રિયંકા ચોપડાને ગુડવિલ એમ્બેસડરના પદેથી હટાવવાની માંગ કરી છે. શિરીને પોતાના પત્રમાં પ્રિયંકા પર યુદ્ધને પ્રોત્સાહન આપતા ટ્વિટ કરવા અને ભારતની સેનાઓની કાર્યવાહીની પ્રશંસા કરવાનો આરોપ લગાવ્યો છે. શિરીને યુનિસેફની એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર હેનરીટા એચ ફોરને લખેલા પત્રમાં ફેબ્રુઆરીમાં બાલાકોટ સ્ટ્રાઈક સમયે પ્રિયંકાના ટ્વીટ અને હાલમાં જ અમેરિકામાં એક કાર્યક્રમમાં આ મામલે પ્રિયંકાના નિવેદનનો હવાલો આપીને પ્રિયંકાને હટાવવાની માંગ કરી છે.

Shireen Mazari

શિરીને કહ્યુ છે કે એક ગુડવિલ એમ્બેસેડર કોઈ એક દેશનો નથી હોતો અને જો તે યુદ્ધની તરફેણ કરતા દેખાય તો પછી તેને એ પદ પર રહેવાનો હક ન હોવો જોઈએ. ગુડવિલ એમ્બેસેડર હોવા છતાં જમ્મુ કાશ્મીર પર ભારત સરકારના અધિકૃત પક્ષને પ્રિયંકા ચોપડા સાર્વજનિક રીતે સમર્થન આપી રહી છે. આ પહેલા પણ શિરીન પ્રિયંકાને હટાવવાની માંગ કરી ચૂકી છે.

પાકની અંદરથી પ્રિયંકા ચોપડા માટે એક વિરોધ ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. હાલમાં જ પાકિસ્તાની અભિનેત્રી અમરીના ખાને પણ યુનિસેફને પત્ર લખીને પ્રિયંકા ચોપજાને ગુડવિલ એમ્બેસેડરના પદ પરથી હટાવવાની માંગ કરી હતી. અમરીનાએ પોતાના ખુલ્લા પત્રમાં પ્રિયંકાના ટ્વીટ અને નિવેદનનો હવાલો આપતા કહ્યુ છે કે તે યુદ્ધનુ સમર્થન કરે છે એવામાં તમારી સદભાવના દૂત કેવી રીતે હોઈ શકે છે. તેને પદથી હટાવી દેવી જોઈએ.

હાલમાં જ અમેરિકામાં પ્રિયંકા બ્યુટીકૉન ફેસ્ટીવલ લૉસ એન્જેલસ 2019 નામના કાર્યક્રમમાં પ્રિયંકાથી એક પાકિસ્તાની મહિલા આયશા મલિકે તેમના ભારતીય સેનાના પક્ષમાં ટ્વીટ વિશે સવાલ કર્યો હતો. મલિકે સવાલ કર્યો, તમે યુનાઈટેડ નેશનના ગુડવિલ એમ્બેસેડર છો અને ભારત અને પાકિસ્તાનને ન્યુક્લિયર વૉરને પ્રોત્સાહન આપી રહ્યા છો. એક પાકિસ્તાની હોવાના નાતે મારા જેવા કરોડો લોકો માટે આ દુઃખ પહોંચાડનાર છે. આના જવાબમાં પ્રિયંકાએ કહ્યુ કે મારા પાકિસ્તાનથી ઘણા દોસ્ત છે. હું યુદ્ધના પક્ષમાં ક્યારેય નથી પરંતુ દેશભક્ત છુ.

આ પણ વાંચોઃ ચિદમ્બરમ પર લટકી ધરપકડની તલવાર, કોર્ટમાં હવે શુક્રવારે થશે સુનાવણીઆ પણ વાંચોઃ ચિદમ્બરમ પર લટકી ધરપકડની તલવાર, કોર્ટમાં હવે શુક્રવારે થશે સુનાવણી

English summary
pak minister Shireen Mazari writes to Unicef Remove Priyanka Chopra as Goodwill Ambassador
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X