For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2 મહિનામાં દેવાળિયું થઈ શકે છે પાકિસ્તાન

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળી ચૂકી છે. હવે સ્થિતિ એ છે કે પાકિસ્તાન પાસે માત્ર એટલું વિદેશી નાણું છે, જેનાથી તે 2 મહિના સુધી જ આયાત કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળી ચૂકી છે. હવે સ્થિતિ એ છે કે પાકિસ્તાન પાસે માત્ર એટલું વિદેશી નાણું છે, જેનાથી તે 2 મહિના સુધી જ આયાત કરી શકે છે. જો પાકિસ્તાની વિદેશી મુદ્રા ભંડારની સ્થિતિ ન સુધરી તો તે 2 મહિનામાં દેવાળુ ફૂંકી શકે છે. અને જરૂરિયાતનો સામાન આયાત નહીં કરી શકે. તો આશંકા એવી પણ છે કે ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ સમીક્ષામાં પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરી શેક છે. તેનાથી વૈશ્વિક ફાઈનાન્સિયલ સિચ્યુએશનમાં પાકિસ્તાનની પહોંચ ઘટી જશે. જેની અસર ઈન્ટરનેશનલ મોનિટરી ફંડથી મળનારી 6 અરબ ડોલરની લોન પર પણ થઈ શકે છે.

pakistan

પાકિસ્તાનની સમાચાર કંપની ધ ન્યૂઝની વેબસાઈટ ધ ન્યૂઝ ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન પોતાની FATFની સમીક્ષા દરમિયાન ચીન અને અન્ય બે વિકાસશીલ દેશોની મદદની આશા રાખી રહ્યું છે. પેરિસ સ્થિત સંસ્થા FATFએ ગત વર્ષે જ પાકિસ્તાનને આતંકીઓને મળતું ફંડ રોકવા ઉપાય વિચારવા કહ્યું હતું, જેની સમીક્ષા ઓક્ટોબર 2019માં થવાની છે.

FATFના સભ્ય દેશોમાં ભારત પણ છે. પાકિસ્તાનને ખ્યાલ છે કે FATFના મની લોન્ડરિંગના 27 માપદંડની સમીક્ષામાં તે પાસ નહીં થાય. ભારત પણ સમીક્ષા કરનાર દેશોમાં સામેલ હશે, ત્યારે પાકિસ્તાન અત્યારથી જ મદદ શોધી રહ્યું છે. હાલ FATF પાકિસ્તાનને નજર રાખવાની યાદી એટલે કે ગ્રે લિસ્ટમાં મૂક્યુ છે. જો પાકિસ્તાન માપદંડો પૂરા નહીં કરે તો તેને ઈરાન અને ઉત્તર કોરિયાની જેમ બ્લેક લિસ્ટ કરવામાં આવી શકે છે. પાકિસ્તાન ફક્ત ચીન, મલેશિયા અને તુર્કીની મદદના ભરોસે આશા રાખી રહ્યું છે કે તે બ્લેક લિસ્ટમાં જવાથી બચી જાય

તો સ્ટેટ બેન્ક પાકિસ્તાનના ગવર્નર ડૉ. રેજા બકીરે પત્રકારોને સંકેત આપ્યો છે કે પાકિસ્તાન આ સ્થિતિથી બચવા માટે પડદા પાછળ લોબિંગ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે ધનસોધન અને આતંકવાદ વિરુદ્ધ કડક પગલાં લેવાઈ રહ્યા છે અને FATF દ્વારા ઉઠાવેલા મુદ્દા પર કામ ચાલી રહ્યું છે. જો કે FATFની સમીક્ષા બેઠકમાં શું થશે, તે કોઈને ખ્યાલ નથી. પરંતુ આગામી 2 મહિના પાકિસ્તાન માટે કપરા છે. આગામી બે મહિનામાં પાકિસ્તાન દેવાળું પણ ફૂંકી શકે છે.

English summary
Pakinstans economical situation is worst
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X