For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: પાકિસ્તાન આર્મી ચીફે બદલ્યા સૂર, ‘લોહીના દરેક ટીપાનો હિસાબ લઈશુ'

પાકિસ્તાને છ સપ્ટેમ્બરે પોતાનો ડિફેન્સ એટલે કે સુરક્ષા દિવસ મનાવ્યો. આ પ્રસંગે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદે ભારતને ધમકી આપી છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાને છ સપ્ટેમ્બરે પોતાનો ડિફેન્સ એટલે કે સુરક્ષા દિવસ મનાવ્યો. આ પ્રસંગે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદે ભારતને ધમકી આપી છે. એક કાર્યક્રમમાં જનરલ બાજવાએ ભારતને ધમકી આપી છે. જનરલ બાજવાએ કહ્યુ છે કે પાકિસ્તાનની સુરક્ષામાં લાગેલા દરેક સૈનિકની કુરબાનીનું મહત્વ છે. બાજવાએ કહ્યુ છે કે તેઓ બોર્ડર પર વહેલા લોહીના દરેક ટીપાનો હિસાબ લેશે. વર્ષ 1965 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. પાક આજ સુધી આ વાત નથી માનતુ કે તેને યુદ્ધમાં હાર મળી હતી. છ સપ્ટેમ્બર એટલે કે જે દિવસે યુદ્ધ ખતમ થયુ હતુ તે દિવસને પાકિસ્તાનમાં ડિફેન્સ ડે ના રૂપમાં મનાવવામાં આવે છે. પરંતુ વર્ષ 2014 માં પાક આ દિવસને શહીદ દિવસ તરીકે મનાવવા લાગ્યુ છે.

ભારતને લલકાર્યુ

ભારતને લલકાર્યુ

રાવલપિંડીમાં સેનાના હેડક્વાર્ટર છ સપ્ટેમ્બરના રોજ એક કાર્યક્રમનું આયોજન થયુ હતુ. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઈમરાન ખાન સહિત પાક નૌસેના અને વાયુસેનાના પ્રમુખ ભેગા થયા હતા. જનરલ બાજવાએ કાર્યક્રમમાં કહ્યુ, ‘તમે બધા અહીં ભેગા થયા છો અને તે પુરાવો છે કે તમે પાકિસ્તાનની સુરક્ષા માટે અમારા પ્રયત્નોમાં અમારી સાથે છો.' બાજવાએ આગળ કહ્યુ કે, ‘છ સપ્ટેમ્બર 1965 આપણા દેશના ઈતિહાસમાં એક મહત્વનો દિવસ છે. આ એ દિવસ છે જ્યારે આપણી સેનાઓએ દેશની મદદથી એક બુરાઈને હરાવી હતી.' બાજવાએ કહ્યુ કે 65 ના યુદ્ધમાં 70,000 પાકિસ્તાના માર્યા ગયા અને ઘાયલ થયા હતા. ત્યારબાદ તેમણે કહ્યુ, ‘સીમા પર વહેલા લોહીના દરેક ટીપાનો હિસાબ અમે લઈને રહીશુ.'

આ પણ વાંચોઃહાર્દિક પટેલ ભાજપ માટે માથાનો દુખાવો કે ગુજરાતના રાજકારણનો નાયકઆ પણ વાંચોઃહાર્દિક પટેલ ભાજપ માટે માથાનો દુખાવો કે ગુજરાતના રાજકારણનો નાયક

આતંકવાદ સામે બલિદાન

આતંકવાદ સામે બલિદાન

બાજવાએ દરેક પાકિસ્તાની નાગરિકને દેશના સૈનિક ગણાવ્યા. બાજવાની માનીએ તો 65 ના યુદ્ધ દરમિયાન જે બહાદૂરી બતાવવામાં આવી હતી તે એક મોટી શીખ છે અને આજના યુવાન માટે એક પ્રેરણા છે. આર્મી ચીફ બાજવા મુજબ 65 અને બાદમાં વર્ષ 1971 માં થયેલા યુદ્ધથી પાકિસ્તાને ઘણુ શીખ્યુ હતુ. બાજવાએ કહ્યુ કે પાકિસ્તાનની સેનાઓએ આતંકવાદ સામે બહુ મોટુ બલિદાન આપ્યુ છે. તેમની માનીએ તો પાકમાં ઘર, શાળાઓ અને નેતાઓને આતંકી નિશાન બનાવે છે. આતંકવાદીઓને નબળા પાડવાના પ્રયત્નો ચાલુ છે.

બાજવાએ બદલ્યા સૂર

બાજવાએ બદલ્યા સૂર

પાક આર્મી ચીફ જનરલ બાજવાના સૂર ભારત અંગે અચાનક બદલાઈ ગયા છે. થોડા દિવસો પહેલા બાજવા ભારત સાથે શાંતિની વકીલાત કરી રહ્યા હતા. બાજવાએ કાર્યક્રમ દરમિયાન કાશ્મીર માટે લડતા લોકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદને આઝાદીની લડાઈ ગણાવી. બાજવાએ કહ્યુ કે પાકિસ્તાન છેલ્લા બે દાયકાથી મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને આ લડાઈ હજુ સુધી ચાલુ છે અને આગળ પણ ચાલુ જ રહેશે.

આ પણ વાંચોઃહાર્દિક પટેલના સમર્થનમાં ખુલીને આવી કોંગ્રેસ, 24 કલાકના ઉપવાસ પર બેસવાની ધમકીઆ પણ વાંચોઃહાર્દિક પટેલના સમર્થનમાં ખુલીને આવી કોંગ્રેસ, 24 કલાકના ઉપવાસ પર બેસવાની ધમકી

English summary
Pakistan Army Chief General Qamar Javed Bajwa threatens India and talks about revenge on defence day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X