Pakistan : બલૂચિસ્તાનમાં બસ ઊંડા નાળામાં પડી, 39ના મોત
Pakistan : પાકિસ્તાનના લાસબેલા વિસ્તારમાં એક બસ અકસ્માત સર્જાયો હતો. આ બસમાં 48 લોકો સવાર હતા. જેમાંથી 39 લોકોના મોત થયા છે.
Pakistan : પાકિસ્તાનના લાસબેલા વિસ્તારમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. જ્યાં મુસાફરોથી ભરેલી એક હાઇસ્પીડ બસ ઉંડા નાળામાં ખાબકી હતી. આ બસ અકસ્માતમાં 39 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની મળતી માહિતી જણાવવામાં આવ્યું છે કે, અકસ્માત એટલો ભયાનક હતો કે, બસ નાળામાં પડતાં જ તેમાં આગ લાગી ગઈ હતી. આ બસ કરાંચીથી કોઇટા તરફ જઈ રહી હતી.

આ વિસ્તારના આસિસ્ટન્ટ કમિશનર હમઝા અંજુમ નદીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બસમાં કુલ 48 લોકો સવાર હતા. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, દુર્ઘટના બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. આવા સમયે ઘાયલોને નજીકની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટના અંગે અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, બચાવ કાર્યમાં બચાવકર્તાઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે અકસ્માત રવિવારની મોડી રાત્રે થયો હતો અને અંધારાના કારણે પોલીસને બચાવ કામગીરી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.












Click it and Unblock the Notifications
