For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇમરાન ખાન: એક પ્લેબોય, એક ક્રિકેટર અને હવે પાકિસ્તાની પીએમ

પાકિસ્તાનમાં સરકાર બનાવવા માટે બુધવારે વોટિંગ કરવામાં આવ્યું. જેમાં ઇમરાન ખાન દેશના સૌથી મોટા નેતા તરીકે ઉભરી આવ્યા છે. બધા જ સર્વે પણ ઇમરાન ખાનના પક્ષમાં જ હતા

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનમાં સરકાર બનાવવા માટે બુધવારે વોટિંગ કરવામાં આવ્યું. જેમાં ઇમરાન ખાન દેશના સૌથી મોટા નેતા તરીકે ઉભરી આવ્યા છે. બધા જ સર્વે પણ ઇમરાન ખાનના પક્ષમાં જ હતા. આ ઇલેક્શનમાં તેમની ટક્કર નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એન અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપી સાથે હતી. અમેરિકી સમાચાર ન્યુયોર્ક ટાઈમ્સમાં લખવામાં આવ્યું હતું કે શુ ઇમરાન ખાન જેઓ એક મહાન ક્રિકેટર અને ઇન્ટરનૅશનલ સેક્સ સિમ્બોલ રહી ચુક્યા છે, તેઓ પાકિસ્તાન જે પરમાણુ હથિયારથી લેસ ઇસ્લામિક દેશ છે, તેના આવનારા પ્રધાનમંત્રી બની શકે છે?

લંડનના નાઈટક્લબમાં ફેમસ હતા ઇમરાન ખાન

લંડનના નાઈટક્લબમાં ફેમસ હતા ઇમરાન ખાન

ઇમરાન ખાનનો જન્મ નોર્થવેસ્ટ પંજાબના મીયાવલિમાં એક ઉચ્ચ મધ્યમ પરિવારમાં થયો હતો. તેમના પિતા એક સિવિલ એન્જીનીયર અને જમીનદાર હતા, જ્યારે માતા હાઉસવાઈફ હતી. ઇમરાન ખાન ચાર બહેનોના એકલા ભાઈ છે. ન્યુયોર્ક ટાઈમ્સ અનુસાર ઇમરાન ખાને ક્રિકેટ પીચ સિવાય લંડનના નાઈટક્લબોમાં પણ ઘણું નામ કમાયું છે. પરંતુ છેલ્લા બે દાયકાથી તેઓ પાકિસ્તાનમાં ઉચ્ચપદ મેળવવામાં જોડાઈ ગયા છે. જેને કારણે ઇમરાન ખાનમાં જોરદાર બદલાવ પણ આવ્યો છે. ઇમરાન ખાન જેમની પાર્ટીનું ચિન્હ બેટ છે, તે આજે પાકિસ્તાનમાં એક લોકપ્રિય નેતા બની ચુક્યા છે.

ઈમરાનની પ્લેબોય ઇમેજ

ઈમરાનની પ્લેબોય ઇમેજ

65 વર્ષના ઇમરાન ખાન જેઓ ઓક્સફર્ડ યુનિવર્સીટીમાંથી ગેજ્યુએટ છે. તેઓ એક પ્લેબોય ઇમેજ ધરાવતા ક્રિકેટર રહી ચુક્યા છે. ઘણી સુંદર યુવતીઓ સાથે તેમના સંબંધ રહી ચુક્યા છે. 16 મેં 1995 દરમિયાન ઇમરાન ખાને જેમિમા ગોલ્ડસ્મિથ સાથે બે મિનિટની સેરેમનીમાં લગ્ન કર્યા. તેમના લગ્ન ફ્રાન્સની રાજધાની પેરિસમાં થયા. તેના એક મહિના પછી જૂનમાં બંનેએ કાનૂની પ્રક્રિયા સાથે લગ્ન કર્યા. જેમિમા ઇસ્લામ ધર્મ અપનાવીને પાકિસ્તાન આવી ગયી. બંને લગ્ન પછી બે દીકરાઓના માતાપિતા પણ બન્યા. ઇમરાન ખાને વર્ષ 2015 દરમિયાન રેહમ ખાન સાથે બીજા લગ્ન કર્યા પરંતુ 10 મહિનામાં તલાક પણ થઇ ગયા. હાલમાં ઇમરાન ખાન એક આધ્યાત્મિક ગુરુ બુશરા મેનકાના પતિ છે.

ઇમરાને પોતાને બદલ્યો

ઇમરાને પોતાને બદલ્યો

ઇમરાન ખાને 1996 દરમિયાન લાહોરમાં શોકત ખાનમ મેમોરિયલ કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું. આ હોસ્પિટલની ઓપનિંગ સેરેમનીમાં પ્રિન્સેસ ડાયના લાહોર પહોંચી હતી. ક્રિકેટથી અલગ થયા પછી ઇમરાને ઇસ્લામ ધર્મ અપનાવી લીધો. તેઓ લાઈમલાઈટ થી દૂર રહેવા લાગ્યા અને સેલિબ્રિટીઓને ડેટ કરવાનું પણ બંધ કરી દીધું.

વર્ષ 2002 દરમિયાન જ પીએમ બની શકતા હતા ઇમરાન ખાન

વર્ષ 2002 દરમિયાન જ પીએમ બની શકતા હતા ઇમરાન ખાન

વર્ષ 1996 દરમિયાન ઇમરાન ખાને તેમની પાર્ટી પીટીઆઈ શરુ કરી હતી. ઇમરાન ખાન પૂર્વ રાષ્ટ્રપતિ અને જનરલ પરવેઝ મુશર્રફના ખુબ જ નજીક હતા. એટલું જ નહીં પરંતુ વર્ષ 2002 દરમિયાન પરવેઝ મુશર્રફે તેમને પીએમ પોસ્ટ પણ ઓફર કરી હતી. તેમની પાર્ટીને શરૂઆતમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ઘણીવાર તો તેમને એક પણ સીટ મળી ના હતી. ઇમરાન ખાન હંમેશા દેશની સરકારો વિરુદ્ધ રહ્યા.

English summary
Pakistan Election 2018: Former cricketer and now a politician Imran Khan Profile
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X