પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો
શુક્રવાર, ૩ એપ્રિલ ૨૦૨૬ના ૧૦:૦૧ કલાકે (IST) પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઐતિહાસિક વધારો ઝીંકાયો. આર્થિક સંકટ-મોંઘવારીનો સામનો કરતી જનતા પર શેહબાઝ શરીફ સરકારે 'પેટ્રોલ બોમ્બ' ફોડ્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ-વૈશ્વિક તેલ સંકટને કારણે આવું થયું હોવાનું જણાવાઈ રહ્યું છે.

૩ એપ્રિલથી લાગુ નવા દરો મુજબ, પાકિસ્તાનમાં પેટ્રોલ ₹૧૩૭.૨૪ અને ડીઝલ ₹૧૮૪.૪૯ પ્રતિ લિટરે મોંઘું થયું. આ પછી ઇતિહાસમાં પહેલીવાર પેટ્રોલ ₹૪૫૮, ડીઝલ ₹૫૨૦ પ્રતિ લિટરનો આંક વટાવ્યો. ઉર્જા મંત્રાલયે રાતોરાત જાહેર કરેલા ભાવોથી દેશમાં અફરાતફરી મચી છે.
પાકિસ્તાનના નાણા મંત્રાલયે વધારાને 'મજબૂરી' ગણાવ્યો. તેમના તર્ક મુજબ, પશ્ચિમ એશિયા સંઘર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ પુરવઠો ખોરવ્યો. સપ્લાય ચેઇન પર અસર-મોટા તેલ ઉત્પાદક ક્ષેત્રોમાં તણાવથી કાચા તેલના ભાવ આસમાને પહોંચ્યા.
પાકિસ્તાન મોટાભાગની તેલ જરૂરિયાત આયાત કરે છે. વિદેશી હૂંડિયામણ અછત-ડૉલર સામે રૂપિયાના અવમૂલ્યને કટોકટી ગંભીર બનાવી. હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવથી જહાજોની અવરજવર પ્રભાવિત, વીમા-પરિવહન ખર્ચ પણ વધ્યો.
ઈંધણના આ 'અકલ્પનીય' વધારાએ સામાન્ય નાગરિકની કમર તોડી. ડીઝલ ₹૫૦૦ વટાવતા, ફળો, શાકભાજી-અનાજ જેવી આવશ્યક ચીજોની હેરફેર મોંઘી બની. આની સીધી અસર આમ આદમીની થાળી પર પડશે.
બસ-ટેક્સી ભાડામાં જંગી વધારાની શક્યતા, જેથી ઓફિસ જતા લોકો-વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધશે. વીજળી ઉત્પાદન માટે ડીઝલનો ઉપયોગ થતો હોવાથી વીજળીના બિલ પણ મોંઘા થશે.












Click it and Unblock the Notifications
