Srinagar G20 Meeting : શ્રીનગર G20 બેઠકને કારણે પાકના પેટમાં રેડાયું તેલ, રચી રહ્યું છે આવું ષડયંત્ર

Srinagar G20 Meeting : મે મહિનામાં શ્રીનગરમાં યોજાનારા G-20ના કાર્યક્રમને કારણે પાકિસ્તાનની ઉંઘ હરામ થઇ ગઇ છે. જ્યાં એક બાજુ પાકિસ્તાન સમગ્ર દુનિયાના દેશોને ચિઠ્ઠી લખીને તેમને આ કાર્યક્રમનો વિરોધ કરવા માટે ઉશ્કેરી રહ્યું છે.

બીજી તરફ સોશિયલ મીડિયા ભારત વિરૂદ્ધ એન્ટી G20 હેશટેગ કરાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ ષડયંત્રનો ઉદ્દેશ્ય સમગ્ર દુનિયામાં ભારતની છબી ખરાબ કરવાનો છે.

Srinagar G20 Meeting

આ અઠવાડિયે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ 2 મેથી 7 મે સુધી બ્રિટનના પ્રવાસે જઈ રહ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન શાહબાઝ આ મહિને 6 મેના રોજ યોજાનાર રાજા ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેક સમારોહમાં ભાગ લેવા લંડન જઈ રહ્યા છે. જોકે, મીડિયા રિપોર્ટ અનુસાર, શાહબાઝ શરીફ આ પ્રવાસ દરમિયાન બ્રિટનની સામે

શ્રીનગરમાં યોજાઈ રહેલા G20 કાર્યક્રમનો મુદ્દો પણ ઉઠાવશે. આ ઉપરાંત G20 કાર્યક્રમનો વિરોધ કરવા માટે યુકે સરકારની મદદ લેશે. ક્યારે યોજાવાની છે G20 બેઠક? 22 થી 24 મે દરમિયાન શ્રીનગરમાં G20 ના પ્રવાસન કાર્યકારી જૂથની બેઠક યોજાશે. આ એક મહત્વપૂર્ણ બેઠક હશે. કારણ કે, ઓગસ્ટ 2019 પછી આ પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય ઘટના છે. આ પ્રવાસન કાર્યકારી જૂથની બેઠક જમ્મુ અને કાશ્મીરને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

17 એપ્રિલના રોજ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશને એક પત્ર મોકલ્યો છે, જેમાં કાશ્મીરને લઈને ભારત વિરુદ્ધ ઘણી હાસ્યાસ્પદ વાતો કરવામાં આવી છે. દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમિશન દ્વારા બાંગ્લાદેશને મોકલવામાં આવેલા દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, કાશ્મીરને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ છે અને પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશે પણ G20નો બહિષ્કાર કરવો જોઈએ.

પાકિસ્તાને શ્રીનગરમાં યોજાનાર જી-20 સામે રાજદ્વારી સ્તરે પોતાના પ્રયાસોમાં વધારો કર્યા છે અને સમગ્ર વિશ્વમાં સ્થિત પોતાના હાઇ કમિશન અને દૂતાવાસો દ્વારા તે તમામ દેશોને પત્ર લખીને ભારત વિરુદ્ધ નિવેદનો આપવા માટે ઉશ્કેરી રહ્યું છે. જો જોવામાં આવે તો ભૂતકાળમાં જમ્મુના પૂંછમાં થયેલા આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાનની ISIનો હાથ હોવાનું માનવામાં આવે છે. કાશ્મીર તરફ દુનિયાનું ધ્યાન દોરવા માટે પાકિસ્તાન ISI દ્વારા આતંકવાદી હુમલાનો આશરો લઇ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X