પાકિસ્તાન ગૂગલ પર પ્રતિબંધ મૂકી શકે
ઇસ્લામાબાદ, 10 જૂન : પાકિસ્તાનના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ખાતાનાં મહિલા પ્રધાને ચેતવણી આપી છે કે ગૂગલ કંપની જો તેની વીડિયો શેરિંગ વેબસાઈટ યુટ્યૂબ પરથી ઈસ્લામની નિંદા કરતી અને વાંધાજનક સામગ્રીઓ દૂર નહીં કરે તો ગૂગલને પાકિસ્તાનમાં બ્લોક કરી દેવામાં આવશે.
અનુષા રહેમાન ખાને શનિવારે તેમનો હોદ્દો સંભાળ્યો એના પહેલા જ દિવસે આ ચેતવણી ઉચ્ચારી હતી. વાંધાજનક સામગ્રી દૂર કરવાની આગલી પીપીપી સરકારે અનેક વાર કરેલી વિનંતીને ગૂગલે નકારી કાઢી હતી. તેને પગલે પાકિસ્તાન સરકારે યુટ્યૂબ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેને હાલ 9 મહિના થઈ ગયા છે.

યૂટ્યૂબ પર ‘ઈનોસન્સ ઓફ મુસ્લિમ્સ' નામની એક વિવાદાસ્પદ ફિલ્મની ક્લિપ્સ મૂકવામાં આવી છે. હવે અનુષા ખાને કહ્યું છે કે મને આશા છે કે કંપની અમારી નવી પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન) સરકારની વિનંતી સાંભળશે. પણ જો તેઓ નહીં સાંભળે તો અમે ગૂગલ ઉપર જ પાકિસ્તાનમાં પ્રતિબંધ મૂકી દઈશું.












Click it and Unblock the Notifications
