For Quick Alerts
For Daily Alerts

પાકિસ્તાનમાં ઝેરી દવા પીવાથી 34ના મોત
ઇસ્લામાબાદ, 31 ડિસેમ્બર: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કફ સિરપ દવા પીવાના કારણે ઓછામાં ઓછા 34 લોકોના મોત થઇ ગયા છે. સમાચાર એજન્સી સિન્હુઆએ ઉર્દૂ ટીવી ચેનલ દુનિયાના હવાલાથી જણાવ્યું કે રવિવારે જણાવ્યું કે ઓછામાં ઓછા 40 લોકોમાં દવાની ઝેરી અસર થઇ છે અને તેમને ગુજરાંવાલા શહેરના અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરાયા છે.
આ તમામના કુટુંમ્બીજનોએ જણાવ્યું કે આ તમામ લોકોએ 40 રૂપિયામાં મળતી ખાંસીની દવાનું સેવન કર્યું હતું. આ લોકો દવાનું સેવન કર્યાના થોડાક જ સમયમાં ગંભીર રીતે બિમાર પડી ગયા. અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કેટલાક લોકોએ તો ઘરે જ દમ તોડી દીધો હતો.
હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું કે ઝેરી દવા પીવાના કારણે શરીરના મહત્વપૂર્ણ આંતરીક અંગોને ક્ષતિ પહોંચી છે. આ લોકોમાંથી કેટલાક લોકોએ નશો કરવાના ઇરાદે તેનું સેવન કર્યું હતું, જેના કારણે તેમનું મૃત્યું થયું હતું. તેમજ તેમાંથી જેમણે ઓછી માત્રામાં આ દવાનું સેવન કર્યું હતું તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
Comments
English summary
In eastern Pakistan more than 30 people have been killed apparently after drinking cough mixture. Dozens more are being treated in hospital.
Story first published: Monday, December 31, 2012, 15:54 [IST]