For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પકિસ્તાનની નવી સરકારમાં પહેલા દિવસે જ તિરાડ, મંત્રીમંડળને લઈને પીએમ શહબાઝ શરીફની માથાકૂટ

પહેલા જ દિવસે ઈમરાન સરકારને પાડનાર સહયોગી પાર્ટીએ જે રીતના તેવર બતાવ્યા છે...

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં શહબાઝ શરીફે પ્રધાનમંત્રી પદના શપથ લઈ લીધા છે પરંતુ સરકારની રચનાના પહેલા જ દિવસે ઈમરાન સરકારને પાડનાર સહયોગી પાર્ટીએ જે રીતના તેવર બતાવ્યા છે તેને જોઈને લાગતુ નથી કે પીએમ શહબાઝ શરીફ માટે સરકાર ચલાવવાનુ સરળ હશે. વળી, મંત્રીમંડળને લઈને પણ પાકિસ્તાનની નવી શહબાઝ શરીફની સરકાર માથાકૂટ કરી રહી છે.

સરકાર બનતા જ પડી તિરાડ

સરકાર બનતા જ પડી તિરાડ

પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ પાસેથી સમર્થન પાછુ ખેંચીને ઈમરાન ખાનની સરકારે પાડવામાં ઘણા મહત્વની ભૂમિકા નિભાવનાર એમક્યુએમ-પીએ પહેલા જ પ્રધાનમંત્રી શરીફને લઈને ઉંડી નારાજગી વ્યક્ત કરી છે અને એમક્યુએમ-પીના નેતા વસીમ અખ્તરને ગુરુવારે નવા ચૂંટાયેલા પ્રધાનમંત્રી શહબાઝ શરીફ પર પોતાની પા્ટી સાથે કરેલ સમજૂતીનો ઉલ્લેખ ન કરવા માટે જોરદાર નિશાન સાધ્યુ છે જિયો ન્યૂઝના રિપોર્ટ મુજબ એમક્યુએમ-પીનુ સમર્થન મેળવવા માટે એમક્યુએમ-પીએ સંયુક્ત વિપક્ષ સાથે એક સમજૂતી કરી હતી અને એ મુજબ સરકાર ચલાવવા માટે સમર્થન આપવાનુ એલાન કર્યુ હતુ પરંતુ હવે એમક્યુએમ-પી પ્રધાનમંત્રી શહબાઝ શરીફથી ઘણા નારાજ થઈ ગયા છે.

કેમ નારાજ થયા એમક્યુએમ-પી?

કેમ નારાજ થયા એમક્યુએમ-પી?

એમક્યુએમ-પી પાર્ટીના વરિષ્ઠ નેતા વસીમ અખ્તરે ઈસ્લામાબાદમાં પત્રકારોને કહ્યુ કે, 'આ સરકાર આજે એમક્યુએમ-પીની સમજૂતીના કારણે બની છે અને શહબાઝ શરીફે પોતાના ભાષણમાં એમક્યુએમ-પી સાથે કરેલ સમજૂતીનો ઉલ્લેખ કરનો જોઈતો હતો.' અખ્તરે કહ્યુ કે 'બેનઝીર આવક સહાયતા કાર્યક્રમને ફરીથી શરુ કરવાની ઘોષણા એક સ્વાગત યોગ્ય પગલુ હતુ પરંતુ જેયુઆઈ-એફ, પીપીપી અને પીએમએલ-એન સાથે એમક્યુએમ-પીની સમજૂતીનો પણ ઉલ્લેખ કરવો જોઈતો હતો.' અખ્તરે કહ્યુ, 'હું મારો વિરોધ નોંધાવી રહ્યો છુ કારણકે શહબાઝ શરીફ એમક્યુએમ-પીના સમર્થનના કારણે પ્રધાનમંત્રી છે.' વાસ્તવમાં, ઈમરાન સરકારને પાડવામાં મહત્વની ભૂમિકા નિભાવનાર એમક્યુએમ-પીને નવા પ્રધાનમંત્રી શહબાઝ શરીફે એક વાર આભાર પણ ના માન્યો અને કોઈ સમજૂતીના આધારે તેમનો સહયોગ લીધો છે તેનો ઉલ્લેખ પણ કર્યો નથી માટે એમક્યુએમ-પી પાર્ટી શહબાઝ શરીફથી ઘણી વધુ નારાજ છે.

મંત્રીમંડળ પર માથાકૂટ

મંત્રીમંડળ પર માથાકૂટ

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ મુજબ શહબાજ શરીફે સરકારની રચના તો કરી લીધી છે પરંતુ મંત્રીમંડળ કેવી હશે તેને લઈને પણ તમામ સહયોગીઓ વચ્ચે માથાકૂટ ચાલી રહી છે. સરકારમાં શામેલ દરેક સહયોગી પાર્ટીને મલાઈદાર વિભાગ જ જોઈએ. ડેલી જંગના રિપોર્ટ મુજબ શહબાઝ શરીફની સરકારમાં શામેલ બધી પાર્ટીઓ મંત્રાલય મળવાની આશા રાખી રહી છે. સૂત્રો મુજબ કેબિનેટમાં પીએમએલ-એન પાસે 12 મંત્રીઓ સાથે બહુમત હશે. વળી, બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીને સાત અને જેયુઆઈ-એફને ચાર મંત્રાલય આપવામાં આવશે. આ દરમિયાન એમક્યુએમ-પીના બે અને એએનપી, જમ્હૂરી વતન પાર્ટી અને બલૂચિસ્તાન અવામી પાર્ટીને પણ એક-એક મંત્રાલય આપવાની સંભાવના છે.

બિલાવલ ભુટ્ટોને વિદેશ મંત્રાલય

બિલાવલ ભુટ્ટોને વિદેશ મંત્રાલય

પાકિસ્તાની મીડિયાએ સૂત્રોના હવાલાથી કહ્યુ છે કે બિલાવલ ભુટ્ટોને આગલા વિદેશ મંત્રી બનાવવાનુ લગભગ નક્કી છે અને પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારીને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવાની સંભાવના છે. જો કે બિલાવલ ભુટ્ટોએ એક ઈન્ટરવ્યુમાં આ સંભાવનાઓથી હાલમાં ઈનકાર કરી દીધો છે. પાકિસ્તાન મીડિયા રિપોર્ટસમાં ગયા મહિને જ દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી આસિફ અલી જરદારીને દેશના આગલા રાષ્ટ્રપતિ બનાવવામાં આવી શકે છે. જો કે, દેશના નાણામંત્રી કોણ હશે તેને લઈને હજુ લુધી કંઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

English summary
Pakistan MQM-P hits on PM Shahbaz Sharif on first day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X