પાકિસ્તાન ભારત સામે ઘુંટણીએ પડ્યું, પાક PM શહબાજ શરીફે PM મોદીને કરી આ અપીલ
શરીફે વડાપ્રધાન મોદીને સંદેશ આપ્યો કે, પાકિસ્તાન હવે બોમ્બ અને દારૂગોળો બનાવવામાં પોતાના સંસાધનો વેડફવા માંગતું નથી.
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફ છેલ્લા ઘણા દિવસોથી પોતાના દેશની સચ્ચાઇને સ્વીકારી જનતા સમક્ષ સાચી પરિસ્થિતિ જણાવી રહ્યા છે. તાજેતરમાં તેમણે પાકિસ્તાન દ્વારા વારંવાર લોન લેવાની સરખામણી ભિખ માંગવા સાથે કરી હતી.
આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આ કારણે શરમ અનુભવવી પડી રહી છે. જે બાદ હવે શહબાજ શરીફે ભારત અંગે નિવેદન આપ્યું છે. શરીફે જણાવ્યું હતું કે, ભારત સાથે 3 યુદ્ધ લડીને પાકિસ્તાને પોતાનો પાઠ ભણી લીધો છે.

આઝાદી બાદ પાકિસ્તાને ત્રણ યુદ્ધોમાં પાઠ શીખ્યા છે
પશ્ચિમ એશિયાના અગ્રણી મીડિયા સંગઠનોમાંથી એક અલ-અરેબિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફનેભારત સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું હતું.
જેના જવાબમાં શહબાજ શરીફે જણાવ્યું હતું કે, આઝાદી બાદ પાકિસ્તાને ત્રણ યુદ્ધોમાં પાઠશીખ્યા છે અને હવે તેઓ શાંતિ ઈચ્છે છે.
આ સાથે તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપીલ કરી હતી કે, પાકિસ્તાન શાંતિઈચ્છે છે, પરંતુ કાશ્મીરમાં જે કંઈ થઈ રહ્યું છે, તે બંધ થવું જોઈએ.

યુદ્ધ માટે સંસાધનો વેડફવા માંગતા નથી
આશ્ચર્યની વાત એ છે કે, આ વખતે શરીફે કાશ્મીર મુદ્દે ભારતને ધમકી આપી નથી, પરંતુ ભારત સાથે વાતચીતની અપીલ કરતા જોવામળ્યા હતા. જોકે, શહબાજ શરીફે કાશ્મીરમાં માનવાધિકાર ભંગના ખોટા આરોપો લગાવવામાં કોઈ કસર છોડી ન હતી. તેમણે જણાવ્યું હતુંકે, આ પગલાંને અવગણી શકાય નહીં.
પાકિસ્તાનના શહબાજ શરીફે જણાવ્યું હતું કે, આપણી પાસે એન્જિનિયરો, ડૉક્ટર્સ અને કુશળ કારીગરો છે. આપણે આ સંપત્તિનો ઉપયોગપ્રદેશમાં સમૃદ્ધિ અને શાંતિ લાવવા માટે કરવા માંગીએ છીએ, જેથી બંને દેશોનો વિકાસ થઈ શકે. શાંતિથી જીવવું અને પ્રગતિ કરવી કેબગાડ કરવી તે આપણા પર નિર્ભર છે. યુદ્ધમાં સમય અને સંસાધનો બંને વેડફાય છે.

અમે હવે શાંતિથી જીવવા માંગીએ છીએ
શહબાજ શરીફે જણાવ્યું હતું કે, અમે ભારત સાથે ત્રણ યુદ્ધો લડ્યા હતા અને તેનાથી લોકોને માત્ર દુઃખ, ગરીબી અને બેરોજગારી જ મળ્યું છે.અમે અમારા પાઠ શીખ્યા છે અને હવે શાંતિથી જીવવા માંગીએ છીએ. અમે ફક્ત અમારી વાસ્તવિક સમસ્યાઓનું સમાધાન ઇચ્છીએ છીએ.
શરીફે વડાપ્રધાન મોદીને સંદેશ આપ્યો કે, પાકિસ્તાન હવે બોમ્બ અને દારૂગોળો બનાવવામાં પોતાના સંસાધનો વેડફવા માંગતું નથી.આપણે બંને પરમાણુ શક્તિ ધરાવતા દેશો છીએ. જો યુદ્ધ થાય તો પછી શું થયું એ જોવા માટે કોણ જીવીત રહેશે.












Click it and Unblock the Notifications
