For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનની ચૂંટણી પહેલા પેશાવરમાં તૈયાર થયા 1000 કફન, જાણો કારણ

પાકિસ્તાનમાં કાલે (25મી જુલાઈ)એ લોકસભા ચૂંટણી યોજાનાર છે અને આ દરમિયાન હિંસાનો માહોલ સર્જાય તેની પૂરી શક્યતા છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનમાં કાલે (25મી જુલાઈ)એ લોકસભા ચૂંટણી યોજાનાર છે અને આ દરમિયાન હિંસાનો માહોલ સર્જાય તેની પૂરી શક્યતા છે. પેશાવરના ડેપ્યૂટી કમિશનરે વોટિંગ દરમિયાન રાજનૈતિક હિંસાની આશંકાને જતાવતાં 1000 કફન તૈયાર રાખવાની ઘોષણા કરી છે. પાકિસ્તાનના અખબાર ધી એક્સપ્રેસ ટ્રિબ્યૂનના રિપોર્ટ મુજબ ડેપ્યૂટી કમિશનર ઈમરાન હામિદ શેખે કહ્યું કે અમે આશા વ્યક્ત કરી રહ્યા છઈએ કે શાંતિથી વોટિંગ પ્રક્રિયા પૂરી થશે, તેમ છતાં કોઈપણ ઈમરજન્સી સ્થિતિની સામે નિપટવા માટે અમે પૂરી તૈયારી કરી રહ્યા છીએ.

અફઘાની રેફ્યૂઝી કેમ્પ પર બાજ નજર

અફઘાની રેફ્યૂઝી કેમ્પ પર બાજ નજર

ડેપ્યૂટી કમિશનર શેખે કહ્યું કે, '25 જુલાઈએ દેશભરમાં આવેલ રેફ્યૂજી કેમ્પ પર કોઈપણ પ્રકારની ગતિવિધિને નિયંત્રિત કરી દેવામાં આવશે. અમે પેશાવર હવાઈ હુમલાઓ અને બ્લેક ગ્લાસ વાહનો સાથે-સાથે રજિસ્ટ્રેશન વિનાના વાહનોને પ્રવેશ કરતાં રોકી રહ્યા છીએ.' શેખે કહ્યું કે વોટિંગ માટે પેશાવરમાં કુલ 1217 પોલિંગ બૂથ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંથી કુલ 655 બૂથ પુરુષો માટે અને 517 બૂથ મહિલાઓ માટે બનાવવામાં આવ્યા છે. જ્યારે 45 પોલિંગ બૂથમાં પુરુષો અને મહિલાઓ બંને એક સાથે વોટિંગ કરી શકે છે.

પોલિંગ બૂથે મોબાઈલ પર પ્રતિબંધ

પોલિંગ બૂથે મોબાઈલ પર પ્રતિબંધ

બુધવારે થનાર આ ચૂંટણીમાં સુરક્ષા ઉપાયો પર શેખે કહ્યું કે પાકિસ્તાન સેના અને પોલીસ પોલિંગ બૂથ પર નજર રાખશે. એમણે કહ્યું કે પોલિંગ બૂથો પર સીસીટીવી કેમેરા પણ લગાવવમાં આવ્યા છે. જ્યારે પોલિંગ બૂથો પર મોબાઈલ અને કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક્સ સામાનને લઈ જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

વોટિંગ દરમિયાન હિંસાની આશંકા

વોટિંગ દરમિયાન હિંસાની આશંકા

પાકિસ્તાનમાં ચૂંટણીને જોતા પહેલેથી જ હિંસાની આશંકા જતાવવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં ચૂંટણી પ્રચારના પડઘમ થમી ગયા છે, પરંતુ કેટલીય રાજનૈતિક પાર્ટીઓ અને નેતાઓ પર હજુ પણ આતંકી અને રાજનૈતિક હિંસાનો પડછાયો મંડરાઈ રહ્યો છે. પાકિસ્તાનની નેશનલ કાઉન્ટર ટેરરિઝમ ઑથોરિટીએ ગૃહ મંત્રાલયને પહેલેથી જ કહી દીધુ કે ચૂંટણીમાં કેટલાય મોટા નેતાઓ આતંકવાદીઓના નિશાના પર છે. આતંકી હુમલા ઉપરાંત પાકિસ્તાનમાં ચૂંટણી લક્ષી હિંસા થવાની પણ ચેતાવણી આપવામાં આવી છે.

English summary
Pakistan Polls: People to votes tomorrow, 1,000 'kafans' ready for election day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X